દહીં પાપડી ચાટ

સામગ્રી: 24 પાપડી (ચપટી પૂરી), 2 મધ્યમ બાફેલા બટાકા, 1/2 કપ પલાળેલ મગની દાળ, દોઢ કપ દહીં, 1 ચમચી જીરા પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી દાડમના દાણા, 1 ચમચી ખાંડ, 1/4 કપ લાલ મરચું અને લસણની ચટણી, 1/4 કપ લીલી ચટણી, 1/4 કપ ગળી ચટણી, 1/2 ચમચી ચાટ મસાલો, સેવ જરૂરિયાત મુજબ

રીત: દહીંને યોગ્ય રીતે ફેટી લો અને તેમાં મીઠું અને ખાંડ મિક્સ કરી ફ્રિજમાં મૂકી દો. એક મોટી પ્લેટમાં પાપડી મૂકો અને દરેક સ્લાઈસ પર મસળેલા બટાકાનું મિશ્રણ મૂકો. હવે તેની પર બાફેલી મગની દાળ અને બધી ચટણી ફેલાવી લો. હવે તેની પર જીરું પાઉડર, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર અને મીઠું નાખો. તેની પર દહીં અને ફરીથી ઉપર ગળી ચટણી, કોથમીર, સેવ અને દાડમના દાણા નાખી સર્વ કરો.

Leave a Reply

*