મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. કરકસર કરીને દિવસો પસાર કરશો તો પણ નાણા ઓછા પડશે. કોઈ પાસે નાણા ઉછીના લેવાનો વખત આવશે. તબિયતની દરકાર લેજો. નાની બેદરકારીની મોટી સજા ભોગવવી પડશે. ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૯ ને ૩૦ છે.
Saturn will rule over you till the 27th of October. You might be troubled in completing the smallest of tasks. Saturn will make you lazy. Even after spending wisely, you might still face financial constraints. You might take a loan. Take care of your health, or else your smallest carelessness will end up as big punishments. Pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 24, 25, 29, 30.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
વૃષભ: બ.વ.ઉ.
તમારી રાશિના માલિક શુક્રના પરમમિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે મિત્રમંડળ સોસાયટીમાં જે કંપનીમાં કામ કરતા હશો ત્યા માન મેળવી લેશો. કોઈ નારાજ થયેલી વ્યક્તિ ને મીઠી વાણી વાપરીને મનાવી લેશો. જે પણ કામ કરશો તેનો ભવિષ્યમાં કેટલો ફાયદો થશે તે પહેલાથી જાણી લેશો. મગજમાંથી નેગેટિવ વિચાર ફેંકી દેશો. ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૨૬, ૨૭, ૨૯ ને ૩૦ છે.
Mercury is ruling over you. Your respect will increase at your workplace. You will be able to win back the people who might be upset with you, by using your sweet tongue. Before indulging in any work, make sure you judge its benefits in the long run. Take out all negative thoughts. Pray, ‘Meher Niyaish’ everyday without fail.
Lucky Dates: 26, 27, 29, 30
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આજથી તમારી રાશિના માલિક બુધની દિનદશા શ થયેલી છે તેથી હવે તમે તમારા દરેક કામો વીજળી વેગે પૂરા કરવા માટે તૈયાર થઈ જશો. બુધ્ધિ વાપરી કામ કરી જશ મેળવી લેશો. બેન્કિંગ-સરકારી કામમાં ફત્તેહ મેળવશો. કામકાજ માટે ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. ‘મહેર નીઆએશ’ ભણજો
શુકનવંતી તા. ૨૪, ૨૫, ૨૭ ને ૨૮ છે.
Mercury is ruling over you from today. You will complete all your tasks at lightenening speed. By using wisdom and intelligence, you will be able to get success. You will get a chance to travel due to work. You will benefit the opposite person in many ways. Pray ‘Meher Niyaish’.
Lucky Dates: 24, 25, 27, 28
CANCER | કર્ક: ડ.હ.
તમને કાલનો દિવસ જ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળા સાથે સુખના દિવસ પસાર કરી લેજો. ૨૬મીથી મંગળની દિનદશા ૨૮ દિવસ માટે તમને ખોટા તપાવશે. પ્રેશર વધી જાય તેવી જવાબદારીઓ લેવી પડશે. પડવા વાગવાથી પરેશાન થશો. વાહન સંભાળીને ચલાવજો. મંગળની શાંતિ કરવા માટે ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૭ થી ૩૦ છે.
Tomorrow is the last day under the rule of Moon. Spend quality time with your family members. From the 26th, Mars will begin to rule you for the next 28 days. You might start getting upset unnecessarily. You might fall and get injured. Drive safely. To pacify Mars, pray ‘Tir Yasht’ everyday.
Lucky Dates: 27, 28, 29, 30
LEO | સિંહ: મ.ટ.
૨૬મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની સ્થિતિ મધ્યમ છે. જ્યાં કામ કરતા હશો ત્યાં મિત્રો કરતાં દુશ્મનો વધી જશે. કામકાજ માટે તમારા મનની વાત કોઈને કરી દેજો. ભાઈ-બહેનના ફેમિલીમાં સારા બનાવો બનશે. ખર્ચનો ખાડો ઓછો થશે. તમારા કોન્ફિડન્સના લીધે કોઈ કામ કરતા ડર નહીં લાગે. ચંદ્રની કૃપા મેળવવા૩૪મું નામ ‘યા બેસ્તરના’ ભણજો.
શુકનવંતી તા. ૨૪, ૨૭, ૨૮ ને ૨૯ છે.
Moon will rule over you till the 26th of October. You will make more enemies than friends at your workplace. You will be able to speak your mind to the required person, regarding office issues. You will have good relations with your siblings and their families. There will be less expenses. Thanks to your confidence you won’t be scared before executing any task. To get blessings from Moon, pray the 34th name, ‘Ya Beshtarna’.
Lucky Dates: 24, 27, 28, 29
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
૬ઠ્ઠી ઓકટોબર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી તમારા ઉપર ખોટી જવાબદારી આવી જશે. સરકારી કામો કરતા કંટાળી જશો. વડીલ વર્ગની તબિયત સંભાળજો. ખોટી ભાગદોડથી પરશાન થશો. સમજ્યા વગર કોઈપણ કામ કરવાની ભૂલ કરતા નહીં. પાછળથી પછતાવું પડશે. કોઈના પ્રોબ્લમ વચ્ચે પડવું નહીં. સૂર્યના તાપને ઓછો કરવા માટે ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૮ ને ૩૦ છે.
Sun will rule over you till the 6th of October. You will be pulled up unnecessarily. You will be fed-up with government related work. Take care of your elder’s health. You will be troubled with unnecessary running about. Do not execute any work before understanding and thinking over it wisely, orelse you will regret it later. Do not be the middleman in anyone’s problems. Pray the 96th name, ‘Ya rayomand’ 101 times.
Lucky dates: 25, 26, 28, 30
LIBRA | તુલા: ર.ત.
૧૭મી ઓકટોબર સુધી તમને શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે માથા પરની જવાબદારી પૂર્ણ કરવા સફળ થઈ જશો. મનગમતી જગ્યાએ જવાનો મોકો મળી જશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ખર્ચ કરીને પણ આનંદમાં રહેશો. શુક્રની કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૪, ૨૮, ૨૯ ને ૩૦ છે.
Venus will rule over you till the 16th of October. You will be able to complete all your responsibilities. You will be able to travel to your favourite destinations / places. There will be no financial constraints. To get blessings from Venus, pray ‘Behram Yazad’.
Lucky Dates: 24, 28, 29, 30
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ૧૬મી નવેમ્બર સુધી તમે તમારા સાથે ઘરવાળાના મોજશોખ પૂરા કરીને રહેશો. તેઓની ડિમાન્ડ પૂરી કરવામાં મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં તમે થોડું એકસ્ટ્રા કામ કરીને ધન મેળવવા સફળ થશો. મિત્રો તમને સામેથી મળવા આવશે. વિકેન્ડમાં પાર્ટી કે ટ્રીપનું આયોજન કરી શકશો. ઓપોઝિટ સેકસનો સહકાર મેળવી શકશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨૪થી ૨૭ છે.
Venus is ruling over you. You will be able to fulfil the enjoyment needs of your family by the 16th of November. There won’t be any problems in fulfilling their demands. By working a little hard, you will get the money. Your friends will come to meet you. You will be able to plan a trip or a party on the weekend. You will get help from the opposite gender. Pray ‘Behram Yazad’ without fail.
Lucky Dates: 24, 25, 26, 27
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
૬ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં રાખે. સીધા રસ્તાઓ આળા અવળા થઈ જશે. દરેક કામમાં ગુંચવાડો ઉભો થઈને રહેશે. તમને નેગેટીવ વિચાર આવશે. તમારા કરેલ કામ તમને ગમશે નહીં. પૈસાની તંગી આવશે. દુશ્મનો વધી જશે. ઉતરતી રાહુની દિનદશા તમને માંદગીમાં પાડી દેશે. રાહુનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભુલશો નહીં.
શુકનવંતી તા. ૨૫, ૨૮, ૨૯ ને ૩૦ છે.
Rahu will rule over you till the 6th of October. You will be stuck in all your work. You will get negative thoughts. There will be financial crises. The descending rule of Rahu will bring illnesses. To pacify Rahu, pray, ‘Mahabokhtar Niyaish’.
Lucky Dates: 25, 28, 29, 30
CAPRICORN | મકર: ખ.જ.
તમને આજથી રાહુની દિનદશા ચાલુ થયેલી છે આવતા ૪૨ દિવસમાં તમને દિવસે તારા દેખાશે. તમારા કામ સમય પર નહીં થાય. ૬ઠ્ઠી નવેમ્બર સુધી તમને તમારા કામમાં કંટાળો આવશે. ઘરવાળા તમારા કામથી ખુશ નહીં રહે. પેટ અને માથાના દુખાવાથી પરેશાન થશો. કામમાં નુકસાની આવી શકે છે. મિત્ર પર ભરોસો મૂકતા નહીં. ભૂલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨૪, ૨૬, ૨૭ ને ૩૦ છે.
Rahu will rule over you from today. You won’t be able to complete your work on time. You will feel lazy till the 6th of November. Your family members will be unhappy with your work. You might get stomach and headaches. You might incur losses in your work. Do not trust your friends. Pray ‘Mahabokhtar Niyaish’ everyday without fail.
Lucky Dates: 24, 26, 27, 30
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
૨૫મી ઓકટોબર સુધી ગુની દિનદશા ચાલશે તેથી ધર્મનું કામ કરનાર વ્યક્તિની મદદ કરી દેજો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવા કામ મળશે. હાલમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. લગ્ન કરનારને મન ગમતી વ્યક્તિ મળી જશે. શારિરીક બાબતમાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત‘ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. ૨૫, ૨૬, ૨૮ ને ૨૯ છે.
Jupiter will rule over you till the 25th of October. You will be able to help a person who indulges in religious work. You will be well off financially. You’ll find new work. You will find the appropriate person for marriage.There will be no physical illness. Pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 25, 26, 28, 29
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
છેલ્લા બે દિવસ જ ઉગ્ર શનિની દિનદશા બાકી છે. શારીરિક બાબતમાં સંભાળજો. શનિની ઉતરતી દિનદશા આખુ અઠવાડિયું બગાડી નાખે નહીં તે માટે કોઈ સાથે બોલચાલીમાં ઉતરતા નહીં. તા. ૨૬મીથી ગુની દિનદશા આવતા ૫૮ દિવસમાં તમને તમારા બધા જ કષ્ટોમાંથી મુક્ત કરાવી દેશે. ગુની કૃપાથી આ અઠવાડિયામાં ઘરવાળા તમને માન ઈજ્જત આપશે. હાલમાં મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૨૪, ૨૬, ૨૭ ને ૩૦ છે.
Last two days left under the rule of Saturn. Take care of your health. So that the descending rule of Saturn doesn’t ruin your life, make sure you do not get into arguments with anyody. Jupiter will begin to rule over you for the next 58 days from the 26th and hence, you will be relieved from all your problems and sorrows. Your family members will respect you. Pray ‘Moti Haptan Yasht’ and ‘Sarosh Yasht’.
Lucky Dates: 24, 26, 27, 30