આહારમાં ઉપરથી કાચું તેલ!

ઘણી વ્યક્તિઓ આહારમાં, ઉપરથી કાચું તેલ લેતી હોય છે! પ્રશ્ર્ન થાય કે શા માટે? તો એનો ઉત્તર છે કે…કાચું તેલ વાસ્તવમાં વાયુનાશક છે. જે આહાર વાયડો એટલે કે, વાયુ કરી શકે તેવો હોય તેવા જ આહારમાં સામાન્ય રીતે, કાચું તેલ નાખી એ ખવાય છે! ચોળા-વાલ-વટાણા- ઢોકળી-ખમણ-ઢોકળા-બાફેલા મૂઠિયાં- ખારી રાબ વગેરે સામાન્ય રીતે વાયુ કરે છે તેથી, તેમની જોડે લોકો ખાસ કાચું તેલ નાખે છે ને ખાય છે. તમને જે આહારથી વાયુની દહેશત હોય તે આહારમાં શકય હોય ને ‚ચિકર લાગે તો કાચું તેલ નાખી ખાવાની સલાહ છે.

Leave a Reply

*