Your Moonsign Janam Rashi This Week –
17th December – 22th December

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા ૧૦ દિવસ ગુ‚ની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બને તો ચેરીટીના કામો કરીને વધુ આનંદ મેળવશો. ફેમિલીના કે સગાઓના કામ કરવાથી તેઓના દિલને જીતી લેશો. મનગમતી ચીજવસ્તુ મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ગુ‚ની કૃપાથી નાણાકીય મુશ્કેલી આવેલ હશે તો બહાર નીકળવાનો સીધો રસ્તો મળશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. ગુ‚ની કૃપા મેળવવા ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧, ને ૨૩ છે.

 

Last ten days under the rule of Jupiter. Indulging in charitable work will bring you happiness. You will win over your family and relatives by doing their work. You will get the things you desire. You will ge able to come out of financial crises with the grace of Jupiter. You will get to hear good news from overseas. To get blessings from Jupiter, pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 19, 20, 21, 23.

 


TAURUS |  વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ગુ‚ની દિનદશા ચાલુ હોવાથી આપેલા પ્રોમીસ પૂરા કરીને રહેશો. તમારા પ્રોમીશને પૂરા કરવા માટે સમય ઉપર ધ્યાન નહીં આપો. રોજ બરોજના કામ વીજળીવેગે પૂરા કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. ગુ‚ની કૃપાથી થોડી રકમ બચાવીને ઈનવેસ્ટ કરશો તો ભવિષ્યમાં મુશ્કેલીથી બચી શકશો. ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૨ ને ૨૩ છે.

Jupiter is ruling over you and hence you will be able to fulfil your promises instantly. You will complete your routine work at lightning speed. Your financial conditions will be good. Save some money and invest it fir the future. Do not forget to pray ‘Sarosh Yasht’.

Lucky Dates: 18, 19, 22, 23.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

૨૬મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી કોઈ કામમા ઉતાવળ કરતા નહીં નાના કામ પણ વિચારીને કરશો તો મુશ્કેલીમાં નહીં આવો. ઉતરતી દિનદશા તમારા વિચારોને નેગેટીવ બનાવીને સુધરેલા કામને બગાડી નાખશે. સાંધાના દુખાવીથી, પેટની માંદગી અને પીઠના દર્દથી પરેશાન થશો. દવા લેવામાં જરાપણ આળસાઈ કરતા નહીં. શનિની તકલીફ ઓછી કરવા રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧ ને ૨૩ છે.

Saturn will rule over you till the 26th of December and hence do not make haste. Think twice before doing even the smallest of things. You negative thoughts might harm you. Your shoulder, stomach and back might pain and hence take proper medication. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 19, 20, 21, 23.


CANCER | કર્ક: ડ.હ. 

04Cancer

તમારે આજનો અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બાકી ૧૯મીથી ૩૬ દિવસ માટે શનિની દિનદશા ચાલુ થશે તેથી આવતા ૩૬ દિવસ માટે બેચેન થશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. શનિ તમને આળસુ બનાવી દેશે. માંદગીથી પરેશાન થશો. ઘરવાળા પાછળ ધન ખર્ચ થશે. શનિના દુ:ખને ઓછું કરવા માટે ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૧ ને ૨૩ છે.

Mercury will rule over you today and tomorrow. From the 19th =, Saturn will rule over you for the next 36 days. You might be restless and lazy. There might be a financial crunch. There might be some illness. You might spend for your family. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 18, 19, 21, 23.


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજની અંદર વધુ પરફેકટ બની જશો. લેતી-દેતીના કામોમાં મુશ્કેલી નહીં આવે. જયાં કામ કરતા હશો ત્યાં નાનું પ્રમોશન મળશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. નાની મુસાફરીના ચાન્સ મળે તો જવા દેતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧, ૨૨ છે.

Mercury is ruling obver you and hence you will be perfect in all your tasks. There will be no problems in financial transactions. You might get a small promotion at your workplace. You will be able to restart pending work. Do not forgo chances to travel. Pray ‘Meher Niyaish’.

Lucky Dates: 19, 20, 21, 22.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી હાલમાં વાહન ચલાવવામાં ધ્યાન આપજો.  ઉતરતી મંગળની દિનદશા તમને તાવ એસીડીટી જેવી માંદગી આપી જશે. રોજબરોજના કામમાં મુશ્કેલી આવતી રહેશે. નાણાકીય બાબતમાં તકલીફ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૧૭, ૧૮, ૧૯, ૨૦ છે.

Last week under the rule of Mars. Be careful while driving. The descending rule of Mars might bring acidity and fever. There might be trouble in daily chores as well as in finances. Pray ‘Tir Yasht’ everyday.

Lucky Dates: 17, 18, 19, 20.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ૨૬મી ડિસેમ્બર સુધી ચાલશે. તમારા અગત્યના કામ પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ વધી જશે. તમે જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં મુશ્કેલી નહીં આવે. ચંદ્રની વધુ શીતળતા મેળવવા માટે ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૧ ને ૨૨ છે.

Moon is ruling over you till the 26th of December. There will not be any problem in completing important tasks. Your self-confidence will increase and you will attain success in all your endeavours. You will fulfil all the demands of your family members. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 19, 20, 21, 22.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

૨૪મી નવેમ્બર સુધી તમને ચંદ્રની દિનદશા ચાલશે તેથી નાના કામ પણ સારી રીતે કરી શકશો. જે કામ મનથી કરશો તે કામ જલ્દીથી પૂરા કરી શકશો. નાની મોટી મુસાફરીનો ચાન્સ મળી શકશે. ઉપરીવર્ગ તરફથી તમારા કરેલા કામની કદર થશે. નવા કામ મળશે. ભુલ્યા વગર ૩૪મુ નામ ‘યા બેસ્તરના’ ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૨૦ ને ૨૩ છે.

Moon will rule over you till the 24th of December. You will complete all your tasks dedicatedly. There might be chances of a travel. The seniors at your work place will appreciate your work. You might find new work. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 18, 20, 23.

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

સૂર્યની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલા શાંત રહેશો એટલા જ સુખી થશો. સરકારી કામમાં ફસાઈ જશો. તેમજ નાની બાબતમાં પરેશાન થશો. જન્મના ગ્રહો ખરાબ હશે તો તબિયત બગડવાની શકયતા છે. દરેક કામમાં સફળતા મળવા માટે મુશ્કેલી આવશે. ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૦ ને ૨૧ છે.

Sun is ruling over you and hence you will be happy as long as you stay calm and peaceful. You might get caught up in government related work. There might be problems. Your health might get spoilt. You will have to work harder to attain success. Pray the last name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 18, 19, 20, 21.

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ૧૪મી જાન્યુઆરી સુધી તમને નાના મોટા ફાયદા મળતા રહેશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. અપોઝિટ સેકસ સાથે મતભેદ થયેલા હશે તો તેને મિત્ર દ્વારા દૂર કરી શકશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય લેતી દેતીમાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૧૯, ૨૦, ૨૨ ને ૨૩ છે.

Venus is ruling over you till the 14th of January. You might get a chance to travel. Misunderstanding with the opposite gender can be rid off with the help of a common friend. You can buy a new thing for your house. There will be no problems in financial transactions. Pray ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 19, 20, 22, 23.

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક નાના ધનલાભ ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં મળી જશે. માથા ઉપર કોઈ જાતનો બોજો હશે તો સહેલાઈથી દૂર કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન પાન મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. ૨૨, ૨૩ છે.

Venus is ruling over you and hence you might get a chance to travel. Your financial conditions will improve. You might get sudden financial profits by the 14th of February. You will be able to get rid of tensions easily. You will be respected at your workplace. Pray ‘Behram Yazad’ everyday without fail.

Lucky Dates: 22, 23.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમા‚ં ધ્યાન એક જગ્યાએ નહીં રહે. તબિયતમાં અચાનક મુશ્કેલીઓ આવશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવકના ઠેકાણા નહીં રહે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપો તો પેટની બીમારીથી પરેશાન થશો. ઘરમાં તમારી મરજીનું નહીં થયાથી પરેશાન થશો. રાહુનું નિવારણ કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૧ ને ૨૪ છે.

Rahu is ruling over you and hence there will be trouble in focusing and concentrating. There might be health problems and your expenses might increase. Your income will be questionable. If you do not pay attention to your eating habits, you might fall ill. You might get upset at home when things do not happen your way. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaish’.

Lucky Dates: 18, 19, 21, 24.

.

Leave a Reply

*