મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
મનને શાંતિ આપનાર તેમજ નેગેટીવ વિચારથી દૂર રાખનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. રોજ-બરોજના કામ સારી રીતે પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. કામકાજ માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. તમારા કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
Lucky Dates: 20, 21, 24, 25
Your self-confidence will increase due to the Moon ruling you and you will stay away from negative thoughts. You will find success in all you do. Daily chores will happen smoothly. You will solve any monetary issues. Travel indicated for work. You will be helpful to others. Daily pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. જે કામ નહીં કરવાના હોય તે કામ પાછળ ખોટો સમય બગાડી નાખશો. સરકારી કામમાં નિષ્ફળતા મળવાના ચાન્સ છે. બેન્ક કે શેરબજારના કામમાં મુશ્કેલીઓ આવશે. તમે જાણતા નહીં હો તેવી બાબતમાં ફસાઈ જશો. ઘરમાં વડીલવર્ગની સાથે મતભેદ પડશે. સૂર્યના તાપને ઓછો કરવા માટે 96મું નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.
Lucky Dates: 21, 22, 23, 26
With the sun ruling you, you may end up not being able to see what lies in front of you. You might end up wasting time trying to chase unnecessary endeavours. Your legal-related work may not achieve success. You could face disappointment with banking/share bazaar works. You may could entangled in unexpected issues. At home, you could end up having arguments with the elderly. To pacify the Sun, pray 96th name ‘Ya Rayomand’ 101 times.
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
16મી જૂન સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી શુક્ર તમને દરેક બાબતમાં મદદગાર બની રહેશે. રીસાયેલા મિત્રો સાથે ફરી મુલાકાત થવાના ચાન્સ છે. ઘરમાં કોઈ મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. ધનલાભ મળવાના ચાન્સ છે. આપેલા પ્રોમીસ પૂરા કરી શકશો. જેટલો ખર્ચ કરશો તેટલું કમાવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.
Lucky Dates: 20, 22, 25, 26
Uptil 16th June, you will be ruled by the Sun and hence Venus will prove helpful on all levels. There are chances to patch up with angered friends. You may buy a household object of your liking. There will be good understanding between spouses. Income indicated. You will fulfil your promises. You will earn as much as you spend. Pray ‘Behram Yazad’ daily.
.
CANCER | કર્ક: ડ.હ.
તમને ચમકતા અને વૈભવ આપનારા શુક્રની દિનદશા ચાલુ હોવાથી સારા કામની પાછળ ધનખર્ચ વધી જશે. 16મી જુલાઈ સુધી તમને નાની મોટી મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. જન્મનો શુક્ર બળવાન હશે તો વિદેશ યાત્રાનો ચાન્સ મળી જશે. પ્રેમમાં પડેલ હશો તો તમારા સાથી તરફથી આનંદની વાત જાણવા મળશે. નાના ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Lucky Dates: 21, 22, 23, 24
With the material-oriented Venus ruling you, your expenses towards noble work will increase. Upto 16th July you will get a chance to travel. If your birthchart has a strong Venus presence there are chances of going abroad. Your loved one will give you good news. Profits indicated. Pray ‘Behram Yazad’ daily.
.
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં ખૂબ જ ચેન્જિસ આવી જશે. કોઈ નાની બાબત મોટા ઝગડાનું રૂપ લઈ લેશે. તમારા શત્રુઓ તમને વાંક કે ગુના વગર બદનામ કરવાની કોશિશ કરશે. અગત્યની ચીજ વસ્તુ સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. ઘરમાં ખોટું નુકસાન થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.
Lucky Dates: 20, 22, 25, 26
Upto 4th June, Rahu rules you bringing in a lot of moodswings. Small issues could lead to a big fight. Your enemies will try to malign you, though you would be faultless. There is a chance of misplacing important things so be careful. Chance of undergoing losses at home. Pray ‘Mahabokhtar Ni Niyaish’ daily.
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજનો દિવસ સુખશાંતિમાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાને નારાજ કરતા નહીં. કાલથી 42 દિવસ રાહુની દિનદશા તમને શારિરીક માનસિક રીતે પરેશાન કરશે. કોઈ અંગત વ્યક્તિ સાથે સંબંધ બગાડી નાખશો. ખાવાપીવામાં બેદરકાર બની જશો. તેમાં એસીડીટી જેવી માંદગીથી પરેશાન થશો. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 24, 25 છે.
Lucky Dates: 20, 21, 22, 24, 25
Spend today in peace and avoid annoying people at home. Tomorrow onwards, Rahu rules you, and could create mental or physical discomforts. You might end up spoiling relations with a close person. You might become careless about your diet, resulting in acidity, etc. Pray ‘Mahabokhtar Niyaish’ daily.
.
LIBRA | તુલા: ર.ત.
ગૂરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મોજશોખ સાથે ધર્મ કે ચેરિટીના કામ સારી રીતે કરી શકશો. રોજબરોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. તમારા કામમાં સફળતા નહીં મળે ત્યાં સુધી તમે તે કામ મુકશો નહીં. નાના ધનલાભ મળતા રહેશે. કૌટુંબિક મતભેદ દૂર કરવા માટે થોડી ઘણી મહેનત કરવાથી તેઓના મદદગાર થઈને રહેશો. નાની મુસાફરીનો ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
Lucky Dates: 21, 22, 23, 24
With Jupiter ruling you, you will engage in entertainment alongside charity. Daily chores will go smoothly. You will not give up on any work till you’ve succeeded. Small profits indicated. You will help resolve family issues. Travel indicated. Pray ‘Sarosh Yasht’ daily.
.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લા 4 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી મનની બેચેની ખૂબ જ વધી જશે. અગત્યના ડીસીઝન લેવામાં જરાપણ ઉતાવળ કરતા નહીં. 24મી સુધી તમને તબિયતની ખાસ સંભાળ રાખવી પડશે. 24મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમારા મનની નેક મુરાદ પૂરી કરાવીને રહેશે. તમારા અધૂરા કામોને પૂરા કરાવશે. ‘મોટી હપ્તન યશ્ત’ ની સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26 છે.
Lucky Dates: 22, 25, 26
You are yet to spend another four days under the rule of Saturn, hence there might be mental anguish. Do not rush any decisions. Take special care of health upto 24th. 58 days after the 24th your good wishes will come true and your incomplete works will get done. Pray ‘Sarosh Yasht’ along with ‘Moti Haptan Yasht’ daily.
.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
25મી જૂન સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં કંટાળો આવશે. રોજના કામ બરાબર નહીં કરી શકો. અચાનક તબિયત બગડી શકે છે. સાથે સાથે ધનનો ખર્ચ પણ વધી જશે. શેર સટ્ટાના કામથી દૂર રહેજો. ખોટા વિચારોને કારણે રાતના ઉંઘ નહીં આવે. આ બધામાં રાહત મેળવવા માટે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
Lucky Dates: 20, 21, 24, 25
Saturn rules you upto 25th June causing irritation in small matters. Completing daily chores will pose challenges. Sudden health issues may crop up. Increase in expenses indicated. Avoid dabbling in shares and risks. Sleep may be disturbed due to bad thoughts. For relief, pray ‘Moti Haptan Yasht’ daily.
.
CAPRICORN | મકર: ખ.જ.
18મી જૂન સુધી બુધ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા કામ કરવામાં કોઈની દરકાર કરશો નહીં. તમારૂં મન માનશે તેવું જ કામ કરજો. હિસાબી લેતીદેતીના કામો પહેલા પૂરા કરી લેજો. સરકારી કામમાં સફળતા મળી જશે. ઘરમાં વડીલ વર્ગની તબિયતનો સારો સુધારો જોવા મળશે. ઈનવેસ્ટમેન્ટ કરવા મળે તો કરી લેજો. નાની મુસાફરીનો લાભ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
Lucky Dates: 22, 23, 24, 26
With Mercury ruling you uptil 18th June, you will not care for anyone’s opinion. Go with what your mind feels. Complete all works related to accounts. Legal/Govt. works will be successful. There will be improvement in the health of elderly people at home. Invest if you get the opportunity. Short travel will result in benefits. Pray ‘Meher Niyaish’ daily.
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમારે આજનો અને કાલનો દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસ વાહન સંભાળીને ચલાવજો. કોઈ સાથે પણ વાતચીત કરતા સંભાળજો. 22મીથી બુધની દિનદશા તમારા સ્વભાવમાં ખૂબ જ ચેન્જીસ લાવી દેશે. 22મી મે થી 20મી જુલાઈ વચ્ચે કામકાજને વધારવા ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Lucky Dates: 23, 24, 25, 26
Today and tomorrow you will be ruled by Mars, so drive carefully and be alert about your talks. From 22nd, Mercury rules you, bringing about lots of changes in your behaviour. From 22 May to 20 July, travel indicated for business development. Pray ‘Meher Niyaish’ with ‘Tir Yasht’ daily.
.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
પહેલા ચાર દિવસ જ ચંદ્રની શીતળ દિનદશા ચાલશે તેથી ફેમિલી મેમ્બરને નારાજ કર્યા વગર તેમના કામો કરી લેજો. બાકી 24મી થી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા શાંત સ્વભાવને ગરમ કરી નાખશે. તમે નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. નાનુ એક્સિડન્ટ થવાના ચાન્સ છે પણ ચિંતા કરતા નહીં. આ અઠવાડિયું શાંતિથી પસાર કરજો ખોટી બાબતનાં ડિસ્કશનમાં પડતા નહીં. ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.
Lucky Dates: 20, 21, 22, 25
With the Moon ruling you for the next four days, try to work in harmony with the family. From 24th May, for the next 28 days, you will be ruled by Mars which will change your peaceful temperament and make you easily irritable for small things. A minor accident is indicated but there is no cause for worry. Do not engage in unnecessary discussions. Pray ‘Ya Beshtarna’ with ‘Tir Yasht’ daily.
.
- Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024 - Your Moonsign Janam Rashi This Week –
30 November 2024 – 06 December 2024 - 30 November2024 - Your Moonsign Janam Rashi This Week –
23 November 2024 – 29 November 2024 - 23 November2024