Your Moonsign Janam Rashi This Week –
19th August, 2017 – 25th August, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ ધ્યાન આપશો અને તમારા કામ સમય પહેલા પૂરા કરી શકશો. નાણાકીય ફાયદો મળતો રહેશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રમંડળમાં વધારો થશે. થોડી મહેનત કરવાથી લાઈફ પાર્ટનર શોધી શકશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી લેશો. ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 19, 20, 25, 26 છે.

With Mercury ruling over you, you will be able to pay attention to the finest details as well as complete your tasks on time. You will make financial profits – invest wisely. Your friend circle will grow, and if you put a little more effort you will find your life partner. Spouses will understand each other only by actions. Pray ‘Meher Nyaish’ without fail.

Lucky Dates: 19, 20, 25, 26.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 6 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈપણ બાબતમાં બોલતા નહી તેમાં તમને ફાયદો થશે. બાકી 26મીથી બુધની દિનદશા આવતા 56 દિવસમાં તમે તમારી ખોવાયેલી ચીજવસ્તુ પાછી મેળવી શકશો. મુશ્કેલીઓથી ઘેરાયેલા હશો તેમાં બહાર નીકળવાનો સીધો રસ્તો શોધી લેશો. ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ દરરોજ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Mars will rule over you for the next six days. Keep your opinions to yourself. From the 26th, Mercury will rule you for the next 56 days, helping you retrieve lost belongings. You will find a way out of your problems. Pray ‘Tir Yasht’ and ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 20, 21, 22, 23.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું જ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી ફેમિલી મેમ્બરને  નારાજ નહીં કરતા. મન શાંત રાખીને જોઈતી ચીજ વસ્તુ લઈ લેજો. અગત્યના કામ પૂરા કરી લેજો. આવતા અઠવાડિયાથી મંગળની દિનદશા તમારા બનેલા કામને બગાડી નાખશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. ઉતરતી ચંદ્રની દિનદશા નાનો ફાયદો અપાવી જાય તે માટે 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 22, 23, 25 છે.

This is the last week under the Moon’s rule, so keep your family members happy. Keep cool and complete all important matters. With Mars ruling over you in the coming week, try not to disappoint anyone. The descending rule of Moon will bring in good luck, for which pray 101 names as well as the 34th name, ‘Ya Besh Tarna’ 101 times.

Lucky Dates: 19, 22, 23, 25.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 26મી સપ્ટેમ્બર સુધીમાં તમારૂં હરવા ફરવાનું ખૂબ જ વધી જશે. તમારા કરેલ કામના વખાણ થશે તમારા દુશ્મનનું જોર ઓછું થઈ જશે. પાક પરવરદેગારની કૃપાથી તમારા વિચારો ખૂબ જ પોઝીટીવ રહેશે. કોન્ફિડન્સ વધી જશે. નાની બચત અવશ્ય કરજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

Moon rules over you, causing you to travel till 26th September. You will be appreciated for your work, leaving your enemies powerless. With the grace of Almighty, your positivity and confidence will increase. Make sure you save. Pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 20, 21, 25, 26.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી સરકારી કામમાં તમને સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. રોજબરોજના કામમાં કંટાળો આવશે. તબિયત અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. સૂર્યને કારણે માથાનો દુખાવો, હાઈપ્રેશર બીમારી આવી જશે. મગજ ઉપરનો કાબુ જલ્દીથી ગુમાવી દેશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.

Sun rules over you till 6th September and hence you will have to put extra effort in government related work. Your health could raise concerns. You will feel lethargy at work. Those with headaches and blood pressure need to be careful about your health. Control your temper. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 19, 22, 23, 24.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજ શોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. નાણાકીય બાબતમાં ગમે એટલી કોશિશ કરશો તો બચત નહીં કરી શકશો. શુક્રની કૃપાથી આપોઝિટ સેકસની સાથે થયેલ મતભેદને દૂર કરવા માટે થોડીઘણી મહેનત કરવાથી દૂર થશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.

Venus is ruling over you till 16th September causing an increase in expenses. Make an earnest effort to save money. You will be able to reconcile after a misunderstanding with a person from the opposite gender, with a little effort. Travel is on the cards. Pray to ‘Behram Yazad’.

Lucky Dates: 21, 24, 25, 26.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા ધારેલા કામને પૂરા કરવામાં કોઈબી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. સગાસંબંધી તમારી સાથેના સંબંધ સુધારી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કામકાજમાંથી સમય કાઢીને નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. મનપસંદ ચીજવસ્તુ લેશો. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.

Venus rules over you till 17th October, making sure all your tasks get completed smoothly. Homely atmosphere will be pleasant, as relatives work towards sharing a good equation with you. Financial conditions are good. Try and plan short travels. Make your favourite purchases. Pray to ‘Behram Yazad’.

Lucky Dates: 19, 22, 23, 24.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા નાના કામ પણ પૂરા કરી નહીં શકો. રાહુને કારણે તબિયત બગડશેે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. તમે સાચા હશો તો સચ્ચાઈ બતાવી નહીં શકો. કોઈની સાથે ખોટી માથાકૂટમાં પડી સમય બગાડતા નહીં. કામકાજમાં મન નહીં લાગે. રાહુને શાંત કરવા માટે ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

 શુકનવંતી તા. 20, 21, 23, 25 છે.

Since Rahu rules you till 6th September, you will have to work hard. You might face health issues and face certain misunderstanding with your spouse. Do not waste time in unnecessary arguments, rather focus all your attention on the task at hand.

Lucky Dates: 20, 21, 23, 25.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા 5 દિવસજ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બને તો ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો. 24મીથી તમે રાહુની સોનાની જાળમાં ફસાઈ જશો. ઉતરતી ગુરૂની દિનદશા નાનુ ચેરિટીનું કામ કરાવી આપશે. મનને શાંત રખાવશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ગુરૂની સાથે રાહુની બંદગી કરજો. દરરોજ ‘સરોશ યશ્ત અને ‘મહાબોખ્તાર નીઆએશ’ભણજો.

શુકનવંતી તા. 19, 24, 22 છે.

Jupiter rules you for 5 more days, so try and fulfil the demands of your family members. Rahu rules over you from the 23rd. The descending rule of Jupiter will incline you towards charity and keep you cool and calm. To avoid problems caused by Rahu, pray ‘Srosh Yasht’ and ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 19, 22, 24.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂ જેવા ધર્મ અને જ્ઞાનના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામમાં ધ્યાન આપી શકશો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર થઈને તેની ભલી દુવા મેળવી લેશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. નાણાકીય બાબતમાં સારાસારી રહેવાથી બચત કરી શકશો. ફેમિલી ગેટ ટુ ગેધર જેવા પ્રોગ્રામોમાં ભાગ લેતા આનંદમાં આવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી ગુરૂની કૃપા મેળવશો.

શુકનવંતી તા. 20, 23, 25, 26 છે.

With Jupiter ruling over you, you will be able to focus on your work. You will be blessed by those you help. A good week financially, so make sure you invest. Family get-togethers will bring you happiness. Praying ‘Srosh Yasht’ will help you get blessings from Jupiter.

Lucky Dates: 20, 23, 25, 26.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હાલમાં ખાવાપીવામાં બેદરકાર બનતા નહીં. નાનુ એક્સિડન્ટ ન થાય તેની ખાસ સંભાળ લેજો. તમે થોડા આળસુ બની જશો. રોજના કામ કરવાનો કંટાળો આવશે. કોઈની જવાબદારી તમે લેતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

As this is the last week under the rule of Saturn, pay attention to your eating habits. Be careful while traveling and do not be lazy. Avoid accepting any new responsibilities. Pray the ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 21, 22, 23, 24.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી સહી-સિકકાના કામ પહેલા કરી લેજો. કાલથી 36 દિવસ માટે શનિની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. તમારા સીધા કામ બગડી જશે. શનિ તમારી તબિયતને બગાડશે તેથી તબિયતના માટે બેદરકાર નહીં રહેતા. નાણાકીય મુશ્કેલી આવી જશે. ખર્ચનું પ્રમાણ વધી જશે અને આવક જરાબી નહીં હોય. આજથી દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો.

શુકનવંતી તા. 19, 21, 25 ને 26 છે.

Today Mercury rules you, so finish all signatory tasks. From tomorrow, Saturn rules you for the next 36 days, keeping you on your feet at all times. Be careful about your health. There might be financial crises. Pray ‘ Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 19, 21, 25, 26.

.

Leave a Reply

*