Your Moonsign Janam Rashi This Week –
23rd September, 2017 – 29th September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમને તમારા કામ કરવામાં કંટાળો આવશે. દરેક બાબતની અંદર તમે નેગેટિવ વિચાર કરતા હશો. જે પણ વિચારશો તેના કરતા ઉલ્ટુ રિઝલ્ટ આવશે. નાણાકીય મુશ્કેલી વધી જશે. માથા પર કરજનો બોજો વધી જશે. જૂના કરજદારો તમને પરેશાન કરશે. કોઈપણ જવાબદારીના કામો લેતા નહીં. ભુલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

Saturn rules you till 27th October. Avoid being lazy or negative. Do your deeds without preferred expectations. There might be financial constraint which may call for a loan. Do not accept new responsibilities.

Pray ‘Moti Haptan Yasht’ without fail every day.

Lucky Dates: 23, 24, 28, 29.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બુધ્ધિબળ વાપરી તમારા કામો વીગળીવેગે પૂરા કરી શકશો. બીજાના સલાહકાર બની ધન સાથે દુવા પણ મેળવશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. બુધની કૃપાથી કોઈ સારી વ્યક્તિની ઓળખાણ ભવિષ્યમાં ફાયદો અપાવી જશે. તમારા દુશ્મનોને મીઠી જબાન વાપરી પોતાના કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

Mercury rules you and hence using your intelligence and strength, you will complete all your tasks quickly. By being compassionate and kind to others, you will reap blessings and financial benefits. Travel is indicated. Befriending an influential person will prove to be beneficial in the future. You will be able to win over your enemies with a little love. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 23, 25, 26, 27.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો દિવસજ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બને તો આજે કોઈ પણ જાતનું સાહસ કરતા નહીં. કોઈ વ્યક્તિ તમને પરેશાન કરે તો તેને જવાબ આપતા નહીં. 56 દિવસ માટે બુધની દિનદશા તમારામાં ઘણા ફેરફાર લાવશે. આવતી કાલથી મનને ઘણું મજબૂત બનાવી શકશો. આજે ‘તીર યશ્ત’ તથા આવતી કાલથી ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

Mars rules you just for today and hence be patient. Avoid reacting to any instigation. Mercury’s rule for the next 56 days will bring in positive changes. From tomorrow you will be affirmative about your decisions. Pray ‘Tir Yasht’ today and from tomorrow start praying ‘Meher Nyaish’.

Lucky Dates: 23, 24, 26, 27.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા 3 દિવસ જ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાના બાકી છે. ગભરામણમાં કોઈ પણ ડીસીઝન લેતા નહીં. મનને શાંત રાખીને દિવસ પસાર કરજો. 26મીથી મંગળની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. તમારા સ્વભાવમાં અચાનક બદલાવ આવી જશે. ઘરની વ્યક્તિ તમને માન-ઈજ્જત નહીં આપે તેનું દુ:ખ લાગશે. 26મીથી 25મી ઓકટોબર સુધી તબિયતથી તમે પરેશાન થશો. તેથી આજથી ‘યા બેસ્તરના’ 101 વાર ભણી લીધા પછી ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 28, 29 છે.

As the Moon rules you for the next three days, avoid making hasty decisions. Mars starts ruling you from the 26th, so you will have to learn to control your mind. Do not be upset if your family members disrespect you. Until 25th October, take care of your health. After praying ‘Ya Beshtarna’ 101 times, pray ‘Tir Yasht’.

Lucky Dates: 23, 25, 28, 29.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 26મી ઓકટોબર સુધીમાં તમને ગામ-પરગામ જવાના યોગ આવતા રહેશે. બીજાને મદદ કરવા માટે તમે પહેલા ઉભા રહેશો. બીજાના દુ:ખ દૂર કરવા તમે સાચો રસ્તો બતાવી શકશો. તમારાથી કોઈબી વ્યક્તિ રિસાય ગયેલ હશે તેને સમજાવવામાં સફળ થશો. તબિયતમાં સુધારો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાથી શાંતિ મળશે.

શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

With Moon ruling over you till 26th October, you will get a chance to travel. You will be the first one to help others and give them the right advice. You will be able to make amends with people who are upset with you. Your health will improve. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 23, 24, 26, 27.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

6ઠ્ઠી ઓકટોબર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી સરકારી બાબતથી દૂર રહેજો. તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી લાગશે. સુર્યને કારણે આંખમાં તકલીફ થવાના ચાન્સ છે. ઘરમાં વડીલ વર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમે પ્રેમમાં હો તો ઓપોઝિટ સેકસને મળવાનું ઓછું કરી નાખજો. બેન્કીંગ જેવા કામમાં મુશ્કેલી આવશે. સૂર્યને શાંત રાખવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 29 છે.

Sun rules you till 6th October and so avoid any government related work. Accept and rectify any errors. Take care of your health and that of your elders. If you are in love, reduce meeting people from the opposite gender. Be extra careful in banking related work. To pacify sun, pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 25, 26, 27, 28.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે. તમારા માથા પર જે પણ જવાબદારી હશે તે કામ પૂરા કરી શકશો. મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. શુક્રની કૃપાથી તમે તમારી પસંદગીનો જીવનસાથી મેળવી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 23, 24, 28, 29 છે.

Venus rules you till 17th October. You will be able to fulfil all your responsibilities and also be able to find a way out of your problems. With the grace of Venus you will find an eligible life partner. Pray to ‘Behram Yazad’ without fail.

Lucky Dates: 23, 24, 28, 29.

 

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા પડશે. સમજાવી પટાવીને કામ કરવાથી બીજાનું દિલ જીતી લેશો. ખાવા-પીવાના મોજશોખ પાછળ કરકસર નહીં કરો. દરેક બાબતમાં માન-સન્માન મેળવશો. સામેવાળી વ્યક્તિને મન શાંત કરી શકો તેવી વાત કહેશો. ‘બહેરામ યઝદ’ની આરાધના સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

With Venus ruling over you, relationship between spouses will improve and with an understanding approach you will win over others too. Spend more on enjoyment. You will be respected by others because of the way you communicate. Pray ‘Srosh Yasht’ and to ‘Behram Yazad’.

Lucky Dates: 23, 24, 25, 26.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે રોજબરોજના કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. ધનની ચિંતા સતાવશે. ધારેલી જગ્યાએથી નાણા નહીં મળે. તમે આપેલા પ્રોમિસ પૂરા નહીં કરી શકો. તમારા દુશ્મન તમને પરેશાન કરી નાખશે. તમારા વિચારોમાં ફેરફાર આવશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

With Rahu ruling over you, take one day at a time and focus on your routine tasks. There might be a financial crunch as you might not receive money from your expected sources. Strive to fulfil the promises you have made. Your enemies might trouble you and thoughts may be all over the place. Your loved ones might be disappointed with you. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 24, 25, 28, 29.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે આજનો દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી આજે ઘરવાળા આનંદમાં રહે તેવા કામ કરજો. કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા કરેલ કામમાં તમને સેટીસફેકશન નહીં મળે. કોઈ કામ કરશો તેમાં નેગેટીવ વિચાર ખૂબ જ આવશે. ખોટા ખર્ચથી પરેશાન થઈ જશો. આજથી મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 23, 26, 27, 29 છે.

Jupiter rules you today and hence your family will be happy with you. From tomorrow, Rahu begins to rule you for the next 42 days, making you feel restless. You will strive harder to achieve satisfaction in all your endeavours. Try to be positive, and avoid unnecessary expenditure. From today, start praying ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 23, 26, 27, 28.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી જાણતા કે અજાણતા બીજાના સારા કામ થતા રહેશે. નાણાકીય બાબતમાં સહાયતા મળતી રહેશે. ધનને કારણે કોઈ કામ અટકશે નહીં. ફેમિલી મેમ્બરની સાથે સારા સારી રહેશે. તમારી પસંદગીની વ્યક્તિ મળવાથી આંનદમાં આવી જશો. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.

Jupiter rules you, so you will subconsciously help others. You will get financial assistance which will make your daily tasks move smoothly. Your home environment will be peaceful while a desired person will come to meet you. Travel is indicated. Your health will improve. Pray ‘Srosh Yasht’ every day without fail.

Lucky Dates: 24, 25, 27, 28.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી આવતા ત્રણ દિવસ મુશ્કેલીમાં પસાર થશે. સમજ્યા વગર કામ કરવાની ભૂલ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા તબિયત બગાડશે. ખાવાપીવામાં ધ્યાન નહીં આપતા આખું અઠવાડિયું ખરાબ જશે. 26મીથી ગુરૂની દિનદશા ધીરે ધીરે તમારા બગડેલા કામ સુધારી આપશે. ત્રણ દિવસ બને તો ઘરમાં ચુપચાપ પસાર કરી લેજો. ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24 થી 27 છે.

The next three days might be stressful, so think twice before executing any tasks. With the descending rule of Saturn, you will have to be more careful about your health. Pay attention to your eating habits. From the 26th, Jupiter’s rule will improve everything. Stay a little low profile in these three days. Pray ‘Moti Haptan Yasht’ and ‘Srosh Yasht’.

Lucky Dates: 24, 25, 26, 27.

.

Leave a Reply

*