હસો મારી સાથે

આ વેલેન્ટાઈન ડે પર અ્રેક હાથમાં ગુલાબ અને એક હાથમાં સકકરિયું લઈને જવાનું હા પાડે તો ગુલાબ નઈ તો સકકરિયું આપીને આવતું રેવાનું.

***

પ્રેમિકા: વેલેન્ટાઈનને દિવસે.. શું તું મારા માટે ચંદ્ર તોડી લાવીશ?

પ્રેમી: પછી પૃથ્વીની આજુબાજુ કોણ, તારો બાપો આંટા મારશે??

***

ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા…

ત્યાં જીવલો આવ્યો… એટલે બાપુ એ કીધું,, આવ.. આવ.. સલમાન ખાન…

જીવલો ખુશ થઈ ગયો પણ બીજા ચાર મિત્રો એ વિચારતા હતા, કે આ ડુગલીમાં એવું શું છે કે, બાપુ એ આને સલમાન ખાન કીધો!!!!

એટલે બાપુને પૂછયું કે આનામાં સલમાન ખાન જેવું છે શું?

બાપુ : વાંઢો છે ને એટલે…

***

યમરાજ: તારો પાપ નો ઘડો ભરાઈ ગયો છે!

કવિ: હા તો વાંધો નહિ..નળ બંધ કરી દવાનો.. નાની નાની વાતમાં કેવા નઈ આવવાનુ..

***

પત્ની: વેલેન્ટાઈન્ટ ડે માટે એટલા સરસ કપડા લીધા છે કે વાત ન પૂછો…

પતિ: અચ્છા, લવ યુ ડાર્લિગ, બતાવ

પત્ની: ઉભા રહો હમણાં પહેરીને જ બતાઉં.

***

ગુજરાતી બેન: હલ્લો ડોમીનોઝ

ડોમીનોઝ: યસ હાઉ કેન આઈ હેલ્પ યુ?

ગુજરાતી બેન: ઘરે પીઝા કેમ બનાવાય?

***

પતિ-પત્ની લગ્નમાં જતા હતા. રસ્તામાં પંચર પડયું. બન્ને નીચે ઉતર્યાં. પતિ ટાયર બદલવાના કામે વળગ્યો. પત્નીએ કચકચ ચાલુ કરી…. કેમ પંચર પડયું? સ્પેર-વ્હીલ છે? ટાયર બદલવાનું સાધન છે? તમને ફાવશે ને? કપડાંનું ધ્યાન રાખજો… લગ્નમાં જવાનું છે…

એવામાં  એક  બાઈકવાળો આવ્યો. એણે પૂછયું હું કંઇ મદદ કરૂ? પતિએ હાથ જોડીને કહ્યું : હા ભાઈ, તમે થોડીવાર આની જોડે વાતો કરોને, ત્યાં સુધી હું ટાયર બદલી લઉં!

***

સારું છે, ગેસ નો બાટલો લોખંડ નો હોય છે,

નહીંતર અમુક લોકો એને પણ કોલગેટ ની જેમ દબાવી ને ગેસ કાઢી લ્યે..!!

Leave a Reply

*