સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ બની!

ઘરે આવી તેણે પરીનબાનુને વાત કરી પરીનબાનુ કહે અરે એમાં શું? એમ કહી એક દાસીને બોલાવી કબાટમાંથી એક ડાબલી લઈ આવવા કહ્યું.

ડાબલી આવતાં પરીનબાનુએ તે ડાબલી આહમદના હાથમાં મૂકી કહ્યું, નલ્યો આ તંબુ! તમારા બાપને આપજો!થ

આહમદે કહ્યું નશા માટે તું આજ આમ મારી મશ્કરી કરે છે? મારો બાપ જો જાણશે હું તેની મશ્કરી કરૂં છું. તો તાબડતોબ મને ગરદન મારવાનો હુકમ આપશે! માટે પરીન, તું આવી બાબતમાં મારી મજાક મશ્કરી ન કર.થ

તુરત જ પરીનબાનુએ દાસીને હુકમ આપી કહ્યું, નજા શાહજાદાને તંબુ બતાવ.થ શાહજાદાને બહાર પહાડ પર તે દાસી લઈ ગઈ. દાબલી ઉઘાડી, કે પળવારમાં એક જબરદસ્ત તંબુ ઉભો થઈ ગયો! તે તંબુ એવડો મોટો હતો કે તેના બાપના લશ્કર કરતાં પણ બમણું મોટું લશ્કર તેમાં સમાઈ જાય!

આહમદ તો બહુ ખુશી થયો. અને ડાબલી લઈ તે તેના બાપને આપી આવ્યો. સુલતાને તે સ્વીકારી અને પછી બીજી માગણી કરી કે એક એવો માણસ સઈ આવ કે તે ત્રણ ફીટ ઉંચો હોય, તેની ત્રીસ ફીટની દાઢી હોય, અને તેના ખભા પર પાંચસો રતલનાં વજનનો સોનાનો થાંભલો હોય!!

આહમદ તો આ સાંભળી બહુ હેબતાઈ જ ગયો! તે પોતાના બાપને કહેવા લાગ્યો કે આવો માણસ કદી હોઈ શકે જ નહીં. પણ સુલતાને કહ્યું નતું બેફિકર રહે. તારી પરી સ્ત્રી તે તને મેળવી આપશે!થ

દુ:ખી દિલે આહમદ પોતાને ઘેર પાછો ફર્યો. પરીનબાનુએ તેની દિલગીરીનું કારણ જાણવા માંગ્યું. તે કહે નપરીન, સુલતાનને નાહક તેના અમલદારો ચઢાવે છે. આમ કોણ જાણે શા કારણે તેઓ સૌ મારા તરફ કંઈ ઈર્ષા ને અદાવત રાખી, સુલતાનની અને મારી વચ્ચે ખાલી મીનાકેસો ઉભા કરવાની તજવીજ કરે છે તે મને સમજાતું નથી. મારા બાપે વળી એક અજબ ચીજની માંગણી કરી છે અને તારી પાસેથી તે લઈ આવવા ફરમાવ્યું છે.

પછી આહમદે ત્રણ ફીટના ઠીંગુજી જેને ત્રીસ ફીટની દાઢી હોય અને જેઓ સોનાનો પાંચસો રતલનો થાંભલો ઉપાડે તેવો જોવાની, સુલતાનને ઈચ્છા થઈ છે એ હકીકત કહી. પરીનબાનુએ તુરત તાળી વગાડી કે એક સુંદર દાસી હાજર થઈ. તેની પાસે દેવતા મંગાવ્યો. તેણે થોડુક બબડી તેમાં કંઈ નાખ્યું! તુરત ધુમાડો થયો અને માહેથી આબાદ સુલતાનને જોઈતો હતો તેવો ઠીગુજી નીકળી પડયો!

તે ઠીગુજી જેવો સુલતાનની દરબારમાં આવ્યો કે બધા દરબારીઓ જીવ લઈ નાઠા! સુલતાન તો બાપડો ભયનો માર્યો આંખો મીચી ગયો!

ઠીંગુજી તે જોઈ બહુ ગુસ્સે થઈ ગયો! તેણે પેલો સોનાનો થાંભલો સુલતાનના માથામાં માર્યો, સુલતાન તુરત જ મરી ગયો! પછી તો ઠીંગુજી બધા દરબારીઓને અને અમલદારોને મારવા માંડયો! તેણે કહ્યું નસાચુ કહો, કોણે આ પરીનબાનુનાં ઘરની તપાસ કરી હતી.થ

સૌએ ડોસીનું નામ આપ્યું. ઠીંગુજી કહે, પકડી આવો તે ડોસીને. ડોસીને તુરત પકડી લાવવામાં આવી. ઠીંગુજીએ તો તેને આવતા વેતજ ઝીખી નાખી અને મારી મારી તેનો ઠૂંચો કરી નાખ્યો! આમ નખાડો ખોદે તે પડે.થ તે કહેતી સાચી ઠરી.

પછી ઠીંગુજી કહે નચાલો, આમ આવો તમે સૌ દરબારીઓ. તમારો સુલતાન હવે મરણ પામ્યો છે. તમે આહમદને સુલતાન કબુલ કરો છો કે નહીં? જો નહીં કબુલ કરશો તો હું તમારા સર્વેનાં પ્રાણ લઈશ!થ

સૌએ કબુલ કીધું. આહમદ સુલતાન બન્યો! અને પછી પરીનબાનુને પોતાના રાજમહેલમાં લઈ આવી રાખી. બન્ને જણે ઘણા આનંદમાં બહુ વર્ષો સુધી અદલ ઈન્સાફથી રાજ્ય ચલાવ્યું. સુલતાન આહમદના રાજ્યમાં પ્રજા સુખી અને આબાદ હતી.

આમ આહમદ શાહજાદાને પરીની મદદ મળી તેથી તે ખુબસુરત સ્ત્રી મેળવવા પામ્યો. તેમજ રાજપાટ ભોગવવા પણ નસીબવંત નિવડયો! ત્રણે ભાઈમાંથી સૌથી વધુ નસીબવંત સુલતાનનો છેલ્લો દીકરો આહમદ નીકળ્યો.

તેનું તીર શોધવાની આહમદની ચિવટાઈથી તે કેવું સુખ પામ્યો તે આ વાર્તામાં દેખાડયું છે. પોતાની ઉચ્ચનેમ ધ્યાનમાં રાખી, જે છોકરો પ્રયાસો કરવાના ચાલુ રાખે છે તેની હમેશ ફત્તેહ થાય છે. માટે ચિવટપણું, હિંમત, નિડરતા વગેરે ગુણો દરેક બાળકે ખીલવવામાં જરૂરનું છે, દરેક કામમાં ફત્તેહ તોજ મળે.

(સમાપ્ત)

Leave a Reply

*