ઝરીર ભાથેના – એક સાથીદાર, એક મિત્ર, એક સંપૂર્ણ જેન્ટલમેન

– કેરસી રાંદેરિયા દ્વારા શ્રદ્ધાંજલિ-
સાચા પારસી અને સજ્જન એવા ઝરીર ભાથેના જેવા સાથીદાર અને મિત્ર મેળવવો એ મારા માટે આનંદનો લહાવો મેળવવા જેવું છે. 24મી જૂન બુધવારે બપોરે લગભગ 11: 00 વાગ્યે મને એક કોલ આવ્યો અને મને જાણ કરી કે ઝરીર હવે નથી. આ બાતમી આજે પણ મારા માટે ધક્કાદાયક છે. ઝરીર અને હું બે દાયકા પહેલા મળ્યા હતા. ટૂંક સમયમાં જાણવા મળ્યું કે અમારા ઘણા મંતવ્યો સરખા જ છે. ખાસ કરીને સમુદાય પ્રત્યેનો અમારો પ્રેમ અને તેના પ્રશ્ર્નાર્થ શાસનનો અણગમો.
ઝરીર એક મોટા માણસ હતા, ઉંચા પહોળા ખભાવાળા અને મોટું હૃદય ધરાવનારા. તે એક એવા માણસ હતા જે બોલતા ઓછું અને કામ વધારે કરતા. કોઈપણ સેવાભાવી કારણ અથવા ઇવેન્ટને હિલ્લા બિલ્ડર્સ અથવા ઝરીર ભાથેના તરફથી દાન જરૂરથી મળતું હતું.
તેમના અન્ય તમામ ગુણો ઉપરાંત, તે એક સમર્પિત કૌટુંબિક માણસ હતા, તેમના વિસ્તૃત પરિવાર, ખૂબ પ્રેમ, સ્નેહ અને ફરજની ભાવના સાથેે તેમણે તેમના કુટુંબની સંભાળ રાખી હતી. ઝરીર તેના મિત્રોના વર્તુળમાં પણ પ્રખ્યાત હતા અને દર અઠવાડિયે થિયેટરમાં મૂવી તથા તેમના પરિવાર સાથે ઉદવાડાની નિયમિત યાત્રા માટે તે જાણીતા હતા.
2015માં, ઝરીર, નોશીર અને મેં એક ટીમ તરીકે સમુદાયની સેવા કરવાનું નક્કી કર્યું, ત્યારે અમે સમુદાયના પ્રશ્ર્નોના નિરાકરણ માટે સમર્પિત એક નજીકનું એકમ બનાવ્યું. અમે ત્રણેય સફળતાપૂર્વક બીપીપીમાં ટોચના ત્રણ ચૂંટાયેલા ટ્રસ્ટીઓ તરીકે પ્રવેશ્યા હતા. અમે અમારી શક્તિ અનુસાર વિવિધ ક્ષેત્રમાં અમારી કુશળતા સમર્પિત કરી છે.
એક આદરણીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, ઝરીરનું વિશાળ જ્ઞાન બીપીપી માટે એક સાક્ષાત્કાર અને એક અદભુત સંપત્તિ હતી.
ઝરીર બોર્ડની બેઠકોમાં બહુ ઓછા બોલતા હતા પરંતુ જ્યારે તે બોલતા હતા, ત્યારે તેની વિચારસરણીની સ્પષ્ટતા અને તેમની માન્યતાના બળની ખાતરી થતી કે દરેક વ્યક્તિ બેસીને તેમને સાંભળશે.
ઝરીરને ગુમાવવાથી, મેં એક સાથીદાર અને મિત્ર ગુમાવ્યો છે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, સમુદાયે એક સખત બાહ્ય અને નરમ હૃદયવાળા, સિદ્ધાંતોનો માણસ, એક મૂલ્યવાન અને પ્રિય સંપત્તિ ગુમાવી દીધી છે. વસ્તુઓને બદલવા અને ટ્રસ્ટ ફરી પાછું સરખી રીતે ટ્રેક પર લાવવાના એકમાત્ર હેતુ સાથે તે બીપીપીમાં જોડાયા હતા.
બીપીપી સાથેના તેમના ટૂંકા ગાળામાં પણ, તેમણે ઘણી વસ્તુઓ સિદ્ધ કરી, હકીકતમાં, પંચાયત માટે કેટલીક વસ્તુઓ ટ્રેક પર લાવવામાં મદદ કરી.
જેમના જીવનને તેમણે સ્પર્શ કર્યો તે બધાના હૃદયમાં ઝરીર ભાથેના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બિલ્ડર અને બીપીપી ટ્રસ્ટી તરીકેનો તેમનો વારસો બધા હૃદયમાં રહેશે.
આવાં દુ:ખના સમયે અમે તેમના પરિવાર સાથે છીએ.
શાંતિથી આરામ કરો, મારા મિત્ર!

Leave a Reply

*