મગની દાળનો શીરો

સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા વિનાની), 75 ગ્રામ ઘી, 75 ગ્રામ ખાંડ, 1 કપ દૂધ, 1.5 કપ પાણી, એલચી પાવડર, બદામ-પિસ્તાની કતરણ.
રીત: મગની દાળનો શીરો બનાવવા માટે પહેલા તો ધ્યાન રાખો કે છોતરા વગરની મગની દાળ લેવી અને દાળને પલાળી લેવી. મગની દાળને મિક્સરમાં પીસો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે એકદમ બારીક પીસાય. જો તે બારીક નહિં પીસાઈ હોય તો હલવો સોફ્ટ નહિ બને. આથી શીરો બનાવતા પહેલા આટલી તૈયારી કરવામાં ખાસ ધ્યાન રાખવું. પેનમાં ઘી ગરમ થાય ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી મગની દાળને શેકો. દાળ લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને શેકવી. ખાસ ધ્યાન રાખો કે શીરો શેકવા માટે પહોળી કડાઈ જ લો. આવી કડાઈમાં શીરો નીચે ચોંટવાનો ડર ઓછો રહે છે. દાળ બરાબર શેકાઈ જાય પછી તેમાં ગરમ કરેલુ દૂધ અને પાણી નાંખો. ઘણા લોકો દૂધ-પાણી ઉમેર્યા પછી તરત જ ખાંડ ઉમેરી દેતા હોય છે. પણ જ્યારે હલવો ઓછો ચીકણો લાગવા માંડે પછી જ તેમાં ખાંડ ઉમેરો. આમ કરવાથી હલવો માપસરનો ગળ્યો બનશે. શીરામાં ઘી છૂટુ પડવા માંડે એટલે તેમાં એલચીનો પાવડર મિક્સ કરો અને ઉપર બદામ-પિસ્તાની કતરણથી તેને સજાવો. તમારો મગની દાળનો શીરો તૈયાર છે.

Leave a Reply

*