એક સ્કુલના ક્લાસમાં દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઈમ સાથે જમવા બેસતા.
દરેક વિદ્યાર્થીઓ લંચ ટાઇમમાં પોતાનું લાવેલું ભોજન એક સાથે બેસીને ખાઈ રહ્યા હોય એટલે દરેક વિદ્યાર્થીઓ ને એકબીજા શું લઈ આવ્યા છે તેના ઉપર ધ્યાન રહેતું.
એમાં જ એક રાકેશ નામનો છોકરો પણ હતો જે છોકરો જમવા માટે કોઈપણ વસ્તુ લઈ આવ્યો હોય તે વસ્તુ સંપૂર્ણપણે પૂરી કરી જતો. એક કણ પણ તે છોડી દેતો નહીં. રાકેશની આ ટેવથી ઘણા લોકો પ્રભાવિત પણ થઇ જતા અને તેને પૂછતા પણ ખરા કે આખરે તો શું કામ લંચમાં એક કણ પણ છોડતો નથી. રાકેશ એટલો જવાબ આપી દેતો કે આ ટેવ સારી છે તમારે લોકોએ પણ આ રીતે કરવું જોઈએ.
જોકે ઘણા વિદ્યાર્થીઓ આ વાત સાંભળતા પરંતુ તેઓ સાથે સાથે અચરજ પણ ૂપામતા કે રાકેશ ને આવી ટેવ શું કામ છે.
એક દિવસ એક વિદ્યાર્થી હોમવર્ક કરવા માટે રાકેશ ના ઘરે ગયો હતો, રાકેશનું ઘર ખૂબ જ નાનું હતું, એકમાત્ર ઓરડો હતો જેમાં રાકેશના મમ્મી પપ્પા રાકેશ પોતે એમ ત્રણ જણા રહેતા હતા.
મિત્ર એ ઘરમાં પ્રવેશીને ઘરને અંદરથી જોયું તો નવાઈ પામી ગયો કારણકે સ્કૂલમાં કોઈને જ ખબર ન હતી કે રાકેશ આટલા નાના ઘરમાં રહે છે.
ઘરમાં મિત્ર આવ્યો એટલે તરત જ રાકેશ ઉભો થઈને એને પાણી આપ્યું અને ખબર અંતર પૂછ્યા.
રાકેશના મમ્મી પણ ઘરમાં જ હતા તેને પણ રાકેશના મિત્ર ના હાલચાલ પૂછ્યા. જમવાનો પણ સમય થઈ ગયો હતો એટલે તરત જ રાકેશના મમ્મીએ તેના મિત્ર ને કહ્યું તું જમી ને તો નથી આવ્યો ને?
એટલે મિત્ર એ ડોકું ધુણાવીને ના પાડી રાકેશની મમ્મીએ તરત જ બંને ને જમવા બેસાડી દીધા. રાકેશના ઘર માં થોડું અજુગતું લાગી રહ્યું હતું અને આમ પહેલી વખત જ મિત્રના ઘરે ગયો હતો અને તરત જમવા બેસાડી દીધો એટલે તેને થોડી થોડી શરમ પણ આવી રહી હતી.
રાકેશ અને તેનો મિત્ર બંને જમવા બેસી ગયા અને થોડા સમયમાં જ બંને જમી પણ લીધું.
અહીં રાકેશના મિત્રે ફરી પાછું નોટિસ કર્યું કે રાકેશ જેવી રીતે સ્કૂલમાં કોઇ જ ખાવાની વસ્તુ ભાણામાં છોડતો નહીં તે રીતે અહીં પણ એવું જ કર્યું.
સ્કૂલમાં તો બધા લોકો ક્યારેક તેનો મજાક પણ ઉડાડતા પરંતુ રાકેશના મિત્ર ને જાણવાની તાલાવેલી લાગી કે આખરે રાકેશ આવું શું કામ કરે છે?
તેણે તરત જ રાકેશ ને પૂછ્યું રાકેશ તો હવે તો કારણ જણાવો કે શું કામ હતું કોઈ દિવસ વાસણમાં ખાવાનું પડતું છોડતો નથી?
રાકેશ જવાબ આપતા કહ્યું હું થાળીમાં ખાવાનું છોડતો નથી તેના ત્રણ કારણ છે. પહેલું કારણ એ છે કે આ મારા પિતા માટે આદર છે, જે પિતા આ ભોજન અને મહેનતથી કમાયેલા રૂપિયાથી ખરીદીને લાવે છે.
બીજું કારણ એ છે કે આ મારા માતા પ્રત્યે પણ આદર છે જે રોજ સવારે જલ્દી ઉઠીને મારા માટે રસોઈ બનાવે છે.
અને ત્રીજું કારણ એ છે કે આપણા દેશના એ દરેક ખેડૂતો પ્રત્યે પણ આદર છે જે ખેતરમાં પોતે ભૂખ્યા હોય તો પણ ખૂબ જ મહેનત કરીને ભોજન ઉગાડે છે.
અને આ ત્રણ કારણો ના કારણે જ હું થાળીમાં ખોરાકને પડતો મૂકવો તે અનાદર સમજુ છું.
તેનો મિત્ર થોડીક જ વારમાં સમજી ગયો કે રાકેશ ભલે ઉંમરમાં તો તેના જેવડો જ હતો પરંતુ તે ખૂબ જ મહાન ગુણ ધરાવતો હતો.
રાકેશના ઘરની પરિસ્થિતિ તેના મિત્રના ઘરની પરિસ્થિતિ કરતા કેટલી હદે ખરાબ હતી. કદાચ એટલે જ કહેવાય છે કે ખાલી ખીચા માણસને જીવનમાં ઘણું બધું શીખવી જતા હોય છે.
આવી તો ઘણી વાત હતી જે પોતાના પરિવારમાં રહીને રાકેશ શીખ્યો હતો. આવી નાની-નાની વાતને પણ આટલું મોટું મહત્વ તેના મિત્રે કોઈ દિવસ આપ્યું ન હતું.
ભોજન લેતી વખતે થાળીમાં ક્યારેય પડતો મૂકવો નહીં અને આપણા મિત્રો તેમજ બાળકોને પણ આ રીતનું શીખવાડવું જરૂરી છે.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024