Your Moonsign Janam Rashi This Week –
25th June – 31st July, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. આજથી તમે તમારા બધાજ કામ બુધ્ધિબળ વાપરી કરવામાં માનશો. જે પણ કમાશો તે કરકસર કરી બચાવશો. નવા કામ મેળવવામાં સફળ થશો. થોડી ભાગદોડ કરવાથી અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. કોઈ સારા સમાચાર મળશે. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 29, 30, 31 છે.

Starting today, Mercury’s rule helps you to complete all your work with the strength of your intelligence. You will be able to save from your earnings. You will be successful in getting new projects. With a little effort, you will be able to restart your stalled projects. You will receive good news. Today onwards, pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 29, 30, 31.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. કાલથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા મગજના પારાને ચઢાવી દેશે. નાની બાબતમાં ઈરીટેટ થશો. ઘરમાં ભાઈ-બહેન સાથે મતભેદ પડશે. લાંબા સમયના પ્લાન બનાવતા નહીં. 25મી ઓગસ્ટ સુધી વાહન સંભાળીને ચલાવજો. આજથી દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

You will spend the day peacefully today. Mars’ rule, starting tomorrow for the next 28 days, will make you hot-headed. Petty matters will cause you irritation. Squabbles with siblings indicated. Avoid making long-term plans. Drive/ride your vehicles with great caution till the 25th of August. Today onwards, pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 27, 28, 30.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ સારી રીતે કરી શકશો. મનને સ્થિર રાખી ડીસીઝન લેવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ચંદ્રને કારણે તમારા મનપસંદ વ્યક્તિને મળી શકશો. કામકાજ વધારવા ભાગદોડ કરી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 28, 29, 31 છે.

The Moon’s rule helps you execute all your work efficiently. You will succeed in taking decisions with a calm mind. Financial prosperity will help you to cater to the wishes of family members. With the grace of the Moon, you will be able to meet a desired person. Put in good effort to expand your work. Health will be good. Pray the 36th Name, ‘Ya Beshtarna’ 101 times daily.

Lucky Dates: 25, 28, 29, 31.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે આંખની બળતરા, એસીડીટીના દર્દથી પરેશાન થશો. જ્યાં કામ કરતા હશો ત્યાંનો ઉપરી વર્ગ તમે ટોચર કરશે. તમારો વધુ પડતો ખર્ચ ડોકટર કે વકીલ ઉપર થશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.

The Sun’s rule till 6th August will pose challenges in the success of any legal/government related work. The health of the elderly could go down. You could suffer from eye-ailments or acidity. Your seniors at work could harass you. You might end up spending the better part of your expenses on doctors or lawyers. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 26, 27, 28, 31.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ઓા નહીં કરી શકો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં નહીં આવો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં નાણાકીય ફાયદા સાથે પ્રમોશન પણ મળવાના ચાન્સ છે. ગામ-પરગામ જવાના ચાન્સ છે, મુસાફરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 29, 30, 31 છે.

Venus’ rule till 16th August will not allow you to reduce your inclinations towards fun and entertainment. Financial stability is indicated. You could meet new friends. You could end up getting a promotion as well as a raise at your workplace. You could get the opportunity to travel overseas. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 29, 30, 31.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને શુક્ર જેવા વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામમાં સફળતા મળશે. થોડી મહેનત કરી વધુ ધન મેળવી શકશો. મળેલા નાણાને સારી જગ્યાએ વાપરવાની સાથે ઈનવેસ્ટમેન્ટ પણ અવશ્ય કરજો. અપોજીટ સેકસ તરફથી ફાયદો મળશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

Under Venus’ rule, all your plans will be successful. With a little extra effort, you will be able to earn a lot more income. Ensure to invest your earnings, in addition to putting them to good use. Members of the opposite gender will prove beneficial. Misunderstandings between couples will reduce. Pray to Behram Yazad daily.

Lucky Dates: 26, 27, 28, 30.


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તબિયતની ખાસ સંભાળ રાખજો. ખાવાપીવા પર ધ્યાન આપજો નહીં તો પેટમાં દુખાવો કે એસીડીટી અથવા માથાના દુખાવાથી પરેશાન થશો. ડોકટર પાછળ ધનનો ખર્ચ વધુ કરવો પડશે. ગામ-પરગામ જવાના પ્લાન કેન્સલ થશે. મનને શાંત રાખવા માટે દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 29, 31 છે.

Rahu’s rule till 6th August suggests that you take extra special care of your health. Take good care of your diet, else you could suffer from stomach-ache, acidity or headaches. You might end up having to endure medical expenses. Travel plans could get cancelled. To placate your mind, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 29, 31.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા તમને નાની બાબતમાં બેચેન બનાવશે. થોડા બેદરકાર રહેશો તો લાંબી માંદગી ભોગવવી પડશે. ખર્ચનું પ્રમાણ ખૂબ વધી જશે. ઘરનું વાતાવરણ બગડી જશે. નાની બાબતમાં ફેમીલી મેમ્બરમાં મતભેદ પડશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. જે પણ કમાશો તેમાંથી બચત નહીં કરી શકો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 27, 30, 31 છે.

Rahu’s rule till 6th September will make you restless over small matters. Even your slight carelessness could result in long-term disease. Your expenses will increase greatly. The house atmosphere will not be amiable. Family members will squabble over petty issues. Your favourite person will get upset with you. You will not be able to save from your earnings. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 27, 30, 31.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈના ભલાઈના કામ થશે. ધનની કમી નહીં આવે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ઘરવાળાનો સાથ મળવાથી મુશ્કેલીભર્યા કામ પણ સહેલાઈથી કરી શકશો. તબિયતની સારા સારી રહેવાથી મન આનંદમાં રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 27, 28, 30 છે.

Jupiter’s rule till 24th August will induce you to be helpful to others. There will be no cash shortage. You could be in for a sudden windfall. The support of your family members will see you through even difficult times and tasks. Your good health will trigger mental happiness. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 27, 28, 30.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. વડીલવર્ગ પર વધુ ધ્યાન આપજો. કાલથી 58દિવસ માટે શરૂ થતી ગુરૂની દિનદશા તમારા માથાનો બોજો ઓછો કરી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરમાં ચાલતા મતભેદ ઓછા થશે. ઘરમાં તથા બહાર તમારૂં માનપાન વધી જશે. નવા કામ કરી શકશો. આજે ‘મોટી હપ્તન યશ્ત’ અને કાલથી ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 29, 30, 31 છે.

Today is the last day under Saturn’s rule, so pay attention to the elderly. Tomorrow onwards, Jupiter’s rule for the next 58 days, will greatly reduce your mental pressures and tension. There will be good growth financially. Quarrels in the house will reduce. You will be appreciated greatly at home and outside. You will be able to take up new projects. Today, pray the Moti Haptan Yasht; and tomorrow onwards pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 29, 30, 31.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કોઈપણ કામ સમય પર પૂરા નહીં કરી શકો. ઓવર કોન્ફીડન્સમાં આવી બનતા કામ બગાડી દેશો. મિત્રો સાથે નાની બાબતમાં મતભેદમાં પડશો. તમે સાચા હોવાછતાં તમારી સચ્ચાઈ સાબિત નહીં કરી શકો. નાણાકીય બાબતમાં ખેંચતાણ વધી જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.

Saturn’s rule till the 26th August will not allow you to complete any of your work on time. Your over-confidence could end up spoiling your good work. You could end up arguing with friends over petty issues. Despite being truthful, you will not be able to prove your honesty. Financially, this could be a strenuous time. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 25, 27, 28, 29.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે. તેથી તમારા મુશ્કેલીભર્યા કામ બુધ્ધિબળ વાપરી પૂરા કરવામાં સફળ થશો. કરકસર કરી પૈસા બચાવી શકશો. વધુ ધન મેળવવા એકસ્ટ્રા કામ કરવામાં સફળ થશો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. કોઈના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Mercury’s till 20th August will help you resolve your challenges, with the use of your intelligence. With effort you will be able to save money. You will be successful in working extra to gain more income. You will benefit from old investments. You will be able to win over another with your sincere advice. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 28.

Leave a Reply

*