પ્રિન્સીપાલ બીનાયફર કુતાર અને ડો. સાયરસ વકીલ ગવર્નર દ્વારા આઇકોનિક લીડરશીપ એવોડર્સ સાથે સન્માનિત કરવામાં આવ્યા

પારસીઓ દેશભરમાં આઇકોનિક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના માટે હંમેશા અગ્રણી રહ્યા છે. મુંબઈ શહેરમાં આવી અનેક અગ્રણી શાળાઓ અને કોલેજો છે જે શિક્ષણનો પ્રકાશ ફેલાવવાની ઝોરાસ્ટ્રિયન ભાવનાના પુરાવા છે તેમનું અભિવાદન છે. ટીચર્સ ડે નિમિત્તે તા. 12 સપ્ટેમ્બર, 2020ને દિને મહારાષ્ટ્રના એચ.બી. રાજ્યપાલ, ભગતસિંહ કોશ્યારીએ વર્ચ્યુઅલ સમારોહમાં, મુંબઈની 25 અગ્રણી શાળાઓના આચાર્યો અને વડાઓને ‘આઇકોનિક લીડરશિપ એવોડર્સ’ રજૂ કર્યા. સમુદાયને ગૌરવ અપાવતા, આમાંના બે એવોડર્સ અગ્રણી શાળાઓ જેબી પીટીટ હાઈ સ્કુલ ફોર ગર્લ્સ ના પ્રિન્સીપાલ બીનાયફર પી. કુતાર અને બોમ્બે ઈન્ટર નેશનલ સ્કુલના પ્રિન્સીપાલ ડો. સાયરસ વકીલને એનાયત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ ઇનોવેટિવ સ્કૂલ યુનિયન દ્વારા સ્થાપવામાં આવ્યા હતા, જેનું નેતૃત્વ ભૂતપૂર્વ શેરીફ ડો. ઈન્દુ શહાનીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં ‘બાળકોને અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓની સાથે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓ શીખવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર પર ભાર મૂક્યો.

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*