બેડસાઇડ કેબિનેટસ દાનમાં મળતા પારૂખ ધરમશાળાના રહેવાસીઓમાં ફેલાયેલો આનંદ

સાન્તાક્લોઝે 26મી ડિસેમ્બર, 2020 ના રોજ શ્રીમતી સુનુ હોશંગ બુહારીવાલાના રૂપમાં પારૂખ ધરમશાલાની મુલાકાત લીધી, તેમણે તમામ રહેવાસીઓને બેડસાઇડ કેબીનેટ માટે રૂ. 2,72,000 / – નું દાન આપ્યું હતું.
પારૂખ ધરમશાળા ખાતે લેડિઝ કમિટિનાં સભ્ય તેમ જ સમાજના અગ્રણી સમાજસેવક એવા અનાહિતા દેસાઇ થોડા બેડસાઈડ કેબીનેટ માટે વિનંતી કરી હતી પરંતુ ઉદાર હૃદયથી, શ્રીમતી સુનુએ કહ્યું કે તેણી તમામ રહેવાસીઓને – સ્ત્રી અને પુરુષ માટે બેડસાઇડ કેબિનેટસ પ્રદાન કરવા માગે છે. તેમણે તેમના વહાલા પતિ હોશંગ બુહારીવાલા, તેમના ખૂબ વહાલા પુત્ર બુરઝીન બુહારીવાલા અને તેમના મામા, માણેક નાઝિરની યાદમાં બેડસાઇડ કેબિનેટસ દાન કર્યા હતા.
શ્રીમતી બુહરીવાલાએ રહેવાસીઓને અંગત રીતે અભિવાદન આપવાની ઇચ્છા સાથે, લેડિઝ કમિટીના સભ્યો – અનાહિતા દેસાઇ અને શીરીન કાટગરાએ પારૂખ પારુખધરમશાળા ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ માટે ખાસ ઓર્ડર આપી બનાવવામાં આવેલી ધાતુની કેબિનેટસ, શ્રીમતી સુનુ દ્વારા મળતાં આનંદિત થઈ ગયેલા તમામ રહેવાસીઓના ચહેરા પર સ્મિત લાવ્યા હતા અને તેમની ઉદારતા માટે તેણીને આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

*