વાચ્છાગાંધી દરે-મહેરની 164મી શુભ સાલગ્રેહની ઉજવણી

30મી ડિસેમ્બર, 2020ના રોજ, (સરોશ રોજ), શેઠ સોરાબજી બમનજી વાચ્છાગાંધી દરે મહેરે તેની 164મી સાલગ્રેહની ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી. અગિયારીને લાઇટ અને ફૂલોથી શણગારવામાં આવી હતી. સવારે ટ્રસ્ટીઓ દ્વારા આયોજીત આભારવિધિનું જશન પંદર મોબેદો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજનું જશન અગિયારીના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાંજે જશન પછી, એરવદ દારાયસ કાત્રકે રૂસ્તમ-સોરાબની ઐતિહાસિક પર્શિયન ગાથા સંભળાવી, ત્યારબાદ એરવદ અસ્પંદિયાર દાદાચાનજીએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું.
ઉમદા દાતા અને આર.ટી.આઈ. દ્વારા યોગદાન આપેલ ચાશની અને લાઇટ રિફ્રેશમેન્ટ લીધા પછી હમદીનો છૂટા પડયા હતા.
ચિત્ર સૌજન્ય: દોલી દિવેચા

Leave a Reply

*