Your Moonsign Janam Rashi This Week –
31st July – 06 August, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. નાના કામો પણ ખુબ ધ્યાનથી કરી શકશો. તમારા પાર્ટનરને મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. બુધની કૃપાથી ખર્ચ પર કાબુ રાખી બચત કરવામાં સફળ થશો. લાંબા સમયનું રોકાણ કરવાથી ખરાબ સમયમાં કામમાં આવશે. બીજાને સમજી શકશો. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Mercury’s rule till 20th September makes it possible for you to do even your smallest works with detailed attention. You will go all out to help your partner. You will be able to control your expenditures and save money. Making long-term investments will serve you during your difficult times. You will be able to understand others well. Starting today, ensure to pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા મગજનો કંટ્રોલ જલદીથી ગુમાવી દેશો. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. મન સ્થિર નહીં રહે. ખોટા ડીસીઝન લેશો. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. વાહન ચલાવતા હોતો સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવામા માટે રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 01, 03, 04 છે.

Mars’ rule till 25th August makes it difficult for you to keep control over your temper. You will get irritated over petty matters. You will not be able to mentally focus on one thing. You could end up taking wrong decisions. Arguments with siblings are on the cards. Those riding or driving vehicles are advised to practice extra caution. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 31, 01, 03, 04.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરી કરવાનું મન થશે. જે પણ કામ કરશો તેમાં માનની સાથે ધનલાભ પણ થશે. મગજનો બોજો ઓછો કરવા સીધો રસ્તો મળી જશે. રીસાયેલી વ્યક્તિને મનાવી લેવામાં સફળ થશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 06 છે.

The ongoing Moon’s rule will have you inclined towards short travels. You will receive respect as well as monetary benefits in all your endeavours. You will find an easy and straight route to reduce your mental tensions. You will be successful in winning over someone who is upset with you. You will be able to complete the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 01, 02, 03, 06.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તબિયતની ખાસ સંભાળ રાખજો. ઉતરતી સુર્યની દિનદશા માથાનો દુખાવો, તાવ, પ્રેશરની માંદગી આપશે. તમારી સાથે વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. કોઈ પણ સરકારી કામો કરતા નહીં. પુજાપાઠ પર વધુમાં ધ્યાન આપજો. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 31, 01, 03, 04 છે.

This is the last week under the Sun’s rule. You are advised to take special care of your health. The descending rule of the Sun could cause you headaches, fever or high Blood Pressure. The health of the elderly could also suffer, along with yours. Avoid doing any government-related work. Focus more on prayers. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 31, 01, 03, 04.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. અપોઝીટ સેકસની મદદ કરી તેની ભલી દુવાઓ મેળવશો. ગામ-પરગામથી આનંદ મળે તેવા સમાચાર મળશે. રોજના કામ સારી રીતે કરવામાં સફળ થશો. નવાકામ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 01, 03, 04 છે.

 Venus’ rule till 16th August will end up increasing your inclinations towards fun and entertainment, instead of decreasing them. You will receive the blessings from a member of the opposite gender, with your timely help. You could receive good news from abroad. You will be able to complete your daily chores successfully. Avoid taking on any new ventures. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 01, 03, 04.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા બધાજ કામો વીજળીવેગે પૂરા કરી શકશો. લગ્ન કરવા માગતા હશો તો મનપસંદ જીવનસાથી મળી જશે. એકસ્ટ્રા ઈન્કમ કમાવી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. મિત્રોની મદદ મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 03, 04, 05 છે.

Venus’ rule till 16th September will help you complete all your tasks at lightning speed. Those looking to get married will be able to find their ideal life-partner in this phase. You will be able to earn extra income. You will be able to make new purchases. Friends will be helpful. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 03, 04, 05.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. મગજ કામ નહીં કરે. તબિયત પણ નરમ ગરમ રહેશે. ખોટા વિચારોથી પરેશાન થશો. અંદરનો ગુસ્સોે બીજા પર ઉતારશો. ઘરમાં શાંતિ નહીં મળે બહાર જશો તો વધુ પરેશાન થશો. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

This is the last week under the rule of Rahu. It will impact your mind negatively. Your health might also not be up to the mark. You could get troubled with wrong and negative thoughts. You will end up taking out your inner anger on others. There will be no peace at home, and things will seem even worse outside. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04 .


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા તમને શાંતિ નહીં આપે. રાહુને કારણે અગત્યના કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. નાણાકીય લેતી દેતી સંભાળીને કરજો. લાઈફ પાર્ટનર ચિતાં વધી જશે. ખરાબ અને ખોટા વિચારોથી વધારે દુ:ખી થશો. મનગમતી વ્યક્તિ તમારથી નારાજ થઈ જશે. આજથી ‘મહબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 02, 05, 06 છે.

Rahu’s rule till 6th September will not let you stay in peace. You might not be successful in completing your important works. Ensure to be very careful in your monetary transactions. Your concerns about your life-partner will increase. You could suffer even more with negative and wrong thoughts. Your sweetheart will get upset with you. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 31, 02, 05, 06.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારા અગત્યના કામ 24મી સુધી પૂરા થઈ જાય તેવા પ્લાન બનાવજો. જે પણ કમાણી કરો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં મુશ્કેલી નહીં આવે. ઘરમાં ધર્મનું કામ કરવાથી વાતાવરણ ખુબ સારૂં થઈ જશે. ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Ensure to plan that all your important works are completed by the 24th August. Ensure to make investments from your income. You will be able to cater to the wants of your family members. Performing a religious ceremony at home will greatly improve the homely atmosphere. You will receive monetary benefits. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 01, 02, 03, 04.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ થયેલી હોવાથી 24મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કામ પૂરા કરવા કોઈની મદદ લેવી નહીં પડે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 03, 05, 06 છે.

Jupiter’s ongoing rule till 24th September will enable you to complete all your tasks without anyone’s help or support. Financially, things will continue to improve. You will be able to employ the money you have earned in the right places. You will succeed in making investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 03, 05, 06.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા કામ પૂરા કરવામાં ખૂબ કંટાળો આવશેે. શનિ તમને આળસુ બનાવી દેશે. તબિયતની ખાસ કાળજી લેજો. તમારી નાની ભુલ મોટી બીમારી આપશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. નવા કામો હાલમાં કરતા નહીં દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 04, 05 છે.

Saturn’s rule till 26th August will make you feel very lethargic in completing your tasks. You will feel lazy. Take special care of your health. Your smallest mistake could lead to a major illness. Focus on your diet. Avoid taking on any new ventures. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 01, 02, 04, 05.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તમારા વિચારોમાં ખુબ પોઝીટીવ રહેશો. કોઈને સારી સલાહ આપી તેનું દીલ જીતી લેશો. કોર્ટના કામમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કરવા આવે તો ના નહીં પાડતા. તમારા કામમાં ધનલાભ સાથે માન-ઈજ્જત પણ મળશે. રોજના કામ રોજ પુરા કરી શકશોે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 01, 03, 05 છે.

Mercury’s rule till 20th August will infuse a lot of positivity in your thoughts. You will be able to win the heart of others with your good advice. In legal issues, you are advised not to turn away anyone who approaches you with a compromise. You will receive ample respect as well as income at your workplace. You will be able to complete your daily tasks on schedule. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 01, 03, 05.

Leave a Reply

*