ડુંગરવાડીની બેનેટ બંગલીનું નવીનીકરણ

26મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલ બેનેટ બંગલી (નંબર 5 અને 6) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંગલીના બંને હોલમાં બે જશન વાડિયાજી આતશ બહેરામના મોબેદો દ્વારા એક સાથે કરવામાં આવ્યા હતા. જશનની વ્યવસ્થા ડોનરો કાલાગોપી અને અડાજનીયા પરિવારો દ્વારા કરવામાં આવી હતી.
જશન અને બંગલીઓના ઉદ્ઘાટનમાં ડોનરોના
પરિવારો, બીપીપી ચેરપર્સન આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટીઓ – વિરાફ મહેતા અને ઝર્કસીસ દસ્તુર અને બીપીપી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા; વાપીઝના ટ્રસ્ટીઓ- ખોજેસ્તે મિસ્ત્રી, મહેર પંથકી અને વાપીઝના સીઈઓ – અનાહિતા દેસાઈ હાજર હતા. અનાહિતા દેસાઈએ નવીનીકરણ વિશે વાત કરી હતી અને ફૂલોથી સન્માનિત કરાયેલા ડોનર પરિવારો વિશે જણાવ્યું હતું. ત્યારબાદ ડોનરોએ તકતીનું અનાવરણ કર્યું અને સમુદાયના સભ્યોના ઉપયોગ માટે બંગલીઓને સત્તાવાર રીતે ખોલવા માટે રિબન કાપી હતી.
કાલાગોપી અને અડાજણિયા પરિવારોની ઉદારતાને કારણે આ નવીનીકરણ શક્ય બન્યું, જેમણે બેનેટ બંગલીના સંપૂર્ણ નવીનીકરણ માટે દાન આપ્યું, જેને સમારકામ અને નવીનીકરણની સખત જરૂર હતી. ધ ઝોરાસ્ટ્રિયન હોમિયોપેથિક ફાર્મસીના સ્થાપક અને માલિક કુલપતિ સેમ કાલાગોપીની આગેવાની હેઠળના કાલાગોપી
પરિવારે આ મોટા પ્રોજેક્ટની જવાબદારી લીધી. તેમની પુત્રી, ધન અને જમાઈ પોરસ વક્ષુર-બંને આર્કિટેકટ પ્રોજેકટનું આયોજન, ડિઝાઇનિંગ અને દેખરેખ હાથ ધરી હતી. ડૂંગરવાડીના ડાયનેમિક મેનેજર, વિસ્તાસ્પર મહેતાએ ઘણા મદદરૂપ સુચનો શેર કર્યા હતા જે લેઆઉટમાં સમાવિષ્ટ હતા. કોન્ટ્રાકટર – ખુશરૂએ સંપૂર્ણ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે લોકડાઉનના સમયમાં લાંબા કલાકો સુધી કામ કર્યું.
– હુફરીશ શ્રોફ દ્વારા

Leave a Reply

*