Your Moonsign Janam Rashi This Week –
21 January – 27 January 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. રાહુ હાલમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા રોજના કામને પુરા કરવા નહીં દે. બીજાના ઉપર વિશ્ર્વાસ રાખીને કામ કરવા જશો તો તેમાં તમારી સાથે ચીટીંગ થશે. તમારા મનની વાત કોઈને કહી નહીં શકો. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Rahu’s rule till 3rd February will rob you of your sleep and appetite. You will not be able to complete your daily chores. You could get cheated if you trust another in getting your work done. You will not be able to share what’s on your mind with anyone. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 22, 23, 24, 25


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે બને તો થોડુ ઘણું ચેરીટી કે કોઈને મદદનું કામ કરી લેજો. કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા સીધા કામ પણ સારી રીતે નહીં કરવા દે. રાહુ તમને નાણાકીય મુશ્કેલી આપશે. આજથી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.

This is your last day under the rule of Jupiter. Try to do works of charity of helpfulness towards others. Rahu’s rule starting tomorrow, for the next 42 days, will not allow you to even get your normal works done in peace. You could encounter financial stress. Starting today pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 24, 26, 27


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ફેમીલીમાં નવા સંબંધ બનાવવા માટે ખુબ સારો સમય છે. તમારી બુધ્ધિ વાપરી નાણાકીય મુશ્કેલી દૂર કરવામાં સફળ થશો. હીસાબી કામ કે લેતીદેતીના કામ ઉપર ધ્યાન આપજો. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભુલતા નહીં. ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

This is a very good time to make new relations in the family. You will be able to resolve any financial issues with the use of your intelligence. You are advised to focus on works related to accounts and financial transaction. Ensure to withdraw any profits from old investments. Invest your money wisely. To continue getting the graces of Mercury, pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 23, 24, 25


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા ત્રણ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા આજુબાજુવાળાને તમારા દુશ્મન બનાવી દેશે. 24મીથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમે ગુમાવેલ ધન અને માન પાછા મેળવી આપશે. જે લોકો તમારાથી દૂર ભાગતા હતા તેમને તમારી જરૂરત પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

You have 3 days remaining under Saturn’s rule. The descending rule of Saturn could result in making enemies of your neighbours. Jupiter’s rule, starting 24th January, for the next 58 days, will bring back your lost respects and appreciation. Those avoiding you will feel the need for you. Pray the Moti Haptan Yasht along with the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 25, 26, 27


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિ જેવા દુશ્મન ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં જેટલું કમાશો એના કરતા ડોકટરની દવા અને વડીલવર્ગની બીમારી પાછળ ખર્ચ કરવો પડશે. બચાવેલ રકમનો ખર્ચ કરવો પડશે. તમે સાંધાના દુ:ખાવા તથા હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. શનિના દુ:ખને ઓછું કરવા માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

Saturn’s rule till 23rd February will cause you to spend all your earnings on medical needs and doctors. You might need to dig into your savings. You could suffer from joint pains or high blood pressure. To reduce the impact of Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 21, 22, 23, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરીને કામ કરવામાં સફળ થશો. શેર માર્કેટમાંથી થોડા નાણા મેલવી લેશો. વધુ કરકસર કરીને ધન બચાવી શકશો. મિત્રો તરફથી સારા સમાચાર મળશે. બુધની કૃપાથી આ અઠવાડિયામાં સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.

Mercury’s ingoing rule helps you use your intelligence to be successful. You will earn money from the Share market. With a bit of effort you will be able to save money. Friends will bring you good news. With the blessings of Mercury, you will receive good news this week. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 23, 24, 25


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળા અથવા ભાઈ બહેન સાથે મતભેદ થશે માટે શાંતિ રાખજો. કાલથી શરૂ થતી બુધની દિનદશા તમને મનગમતુ ફળ આપશે. કામમાં માન ઈજ્જત ખુબ મળશે. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 26, 27 છે.

This is your last day under Mars’ rule. You could end up squabbling with family members or siblings and are advised to maintain calm. Mercury’s rule, starting tomorrow, brings you all that your heart desires. You will receive much respect and appreciation at your workplace. Starting today, pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 23, 26, 27


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા ત્રણ દિવસ શાંતિમાં પસાર કરી શકશો. ત્રણ દિવસમાં ઘરવાળાની ડિમાન્ડ પહેલા પુરી કરી આપજો. નહીં તો 24મીથી મંગળની આવતા 28 દિવસમાં તમારા સ્વભાવને ચીડીયો બનાવી દેશે. નાની બાબતમાં મગજ ગરમ થઈ જશે. હાલમાં ચાલતા ચાલતા પડી જાવ તેવા હાલના ગ્રહ છે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.

You have 3 days remaining to spend in peace. Prioritize catering to the wants of family members in this period. Mars’ rule, starting from 24th January, makes you very irritable. You could lose your temper over small matters. Your stars indicate a fall even while simply walking. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 21, 24, 25, 26


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્ર જેવા શાંત અને શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડીસીજન ને ચેન્જ કરવાની ભુલ કરતા નહીં. જે પણ કામ કરશો તેમાં કોન્ફીડન્સ ખુબ સારો રહેશે. હરવા ફરવાની પાછળ ખર્ચ કરવો પડશે. ખર્ચ તમે બીજી રીતે કમાઈ લેશો. ભાઈ બહેન-મિત્રના પ્રોબ્લેમ દૂર કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

The Moon’s ongoing rule suggests that you do not try and change any decisions that you have made. You will do all your work with great confidence. You will spend money on fun, travel and entertainment. You will be able to earn back this spent money. You will be able to resolve the issues of your siblings and your friends. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 24, 27


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા માથાનો બોજો વધતો જશે. ગામ પરગામ જવાના પ્લાનને થોડા સમય માટે રોકી રાખજો. સરકારી કામોથી દૂર રહેજો. સુર્યને કારણે તમારા રોજ બરોજના કામમાં બોજો વધુ લાગશે. માથાના દુખાવા તથા એસીડીટીથી પરેશાન થશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

The ongoing Sun’s rule increases your mental pressures. You are advised to put your travel plans on hold. Stay away from any government related works. The Sun’s influence will make your daily chores feel very heavy. You could suffer from headaches or acidity. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 21, 22, 23, 26


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારા મનપસંદગીની વસ્તુ લેવામાં સફળ થશો. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. તમારા અધુરા કામને પુરા કરવા માટે કોઈનો સાથ સહકાર જરૂરથી મળી જશે. નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.

Venus’ rule till 13th February brings your immense joy and contentment. You will be able to make purchases that you desire. Fights between couples will reduce. You will get the support of someone to help you complete your work. There will be no financial issues. Pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 24, 25, 27


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારા મોજશોખને પુરા કરવા માટે વધુ કામ કે મહેનત કરવામાં કોઈ કસર નહીં મૂકો. જીવન સાથી મલવાના ચાન્સ છે. શુક્રની મહેરબાનીથી સામાજીક કે સોસીયલ કામો કરીને વધુ આનંદમાં આવશો. અચાનક ધનલાભની વાત જાણવા મળશે. જે પણ કામ કરશો તેમાં તમારી ભુલ કોઈ શોધી નહીં શકે. થોડું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 23, 24, 27 છે.

You will go all out to work harder to accommodate your spendings towards fun and entertainment. You could find your life partner in this phase. With Venus’ graces, you will find great contentment in doing social work. You will get to know of unexpected gains. You will be able to execute your tasks to perfection. Ensure to invest some money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 23, 24, 27

Leave a Reply

*