Your Moonsign Janam Rashi This Week –
2nd September, 2017 – 8th September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં જે સાચું લાગશે તેજ કામ કરશો. બીજાની સલાહ લેશો પણ કરશો પોતાના મનનું. બુધની કૃપાથી નાની બચત કરવામાં સફળ થશો. થોડી કસર કરી ભવિષ્યનો પ્લાન બનાવી શકશો. લેતી-દેતીમાં ચોકસાઈ રાખજો. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Mercury’s rule will have you indulge selectively in tasks you feel connected with. You will heed people’s advice, but eventually do what feels true to you. With a little effort, save money and plan your future. Keep proper accounts of all financial transactions. Pray ‘Meher Nyaish’ without fail.

Lucky Dates: 2, 3, 6, 7.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને તમારી રાશિના માલિક શુક્રના પરમમિત્ર બુધની દિનદશા ચાલુ થયેલી હોવાથી મુશ્કેલ કામ પણ સહેલાઈથી કરી લેશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. કામમાં તમારો ફાયદો તમે પહેલા જોશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.  મિત્રોને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. બુધની કૃપાથી નાનો લાભ મળી રહેશે. ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Your current ruler Mercury will help you complete all your tasks easily. A promotion is likely. You will prefer profitable situations. Invest money without fail. By giving true advice to your friends, you will win their affection. You will make small profits. Pray ‘Meher Nyaish’.

Lucky Dates: 5, 6, 7, 8.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી તમારૂં મગજ કામ નહીં કરે. મનગમતી વ્યક્તિ નાની બાબતને કારણે નારાજ થશે. મંગળને કારણે ખોટું નહીં બોલી શકો પણ તમારા શત્રુ તમને ખોટા પાડી શકે છે. ઓછું બોલીને કામ કરજો અને બીજાની બોલાચાલીમાં પડતા નહીં. મંગળને શાંત રાખવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 5, 7 છે.

Pay attention to your thoughts until 24th September. Your loved ones might get upset with you at the slightest of things. Even without fault, your enemies will accuse you. Talk less, work more and don’t fall into other’s arguments. To pacify Mars, pray ‘Tir Yasht’.

Lucky Dates: 2, 3, 5, 7.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતી મળશે. જે પણ વિચાર કરશો તે મેળવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ઘરમાં મહેમાન આવવાથી વાતાવરણ આનંદમય બની જશે. ઘરવાળાઓ તરફથી માન-ઈજ્જત મેળવશો. ચંદ્રની કૃપાથી ધણી-ધણીયાણીમાં થયેલા મતભેદને દૂર કરી શકશો. ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 2, 4, 5, 8 છે.

The Moon ruling you will keep you calm. You will get all that you desire. Take on any opportunity to travel. Your home will wear a festive look with guests visiting you. Your family members will respect you and misunderstandings amongst spouses will be resolved. Continue praying ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 2, 4, 5, 8.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

પહેલા 4 દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી બને તો સરકારી કામકાજમાં ધ્યાન આપજો. ઉતરતી સૂર્યની દિનદશા માથાનો દુખાવો આંખમાં બળતરા કે એસીડીટી જેવી માંદગીથી પરેશાન કરશે. વડીલવર્ગની ચિંતાથી પરેશાન થશો. 6ઠ્ઠીથી ચંદ્રની દિનદશા છેલ્લા ત્રણ દિવસમાં શાંતિ આપશે. વિચારોમાં ફેરફાર આવશે. આ અઠવાડિયામાં 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 6, 7, 8, છે. 

Next four days will be spent under the rule of Sun, so complete all government related work. With the descending rule of sun, you will have to pay attention to your health and that of your elders. From the 6th, moon rules you thus bringing calmness and peace. This week pray ‘Ya Rayomand’ and ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 6, 7, 8.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા તમને ભરપુર લીલા લહેર કરાવશે. તમારા મોજશોખ વધી જશે. શુક્રની કૃપાથી ભવિષ્યનો વિચાર કરશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તબિયત સારી નહીં હોય તો તેનો સીધો ઈલાજ મળી જશે. ઘરવાળાને આનંદમાં રાખશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

With Venus ruling over you till 16th September, your life will run smoothly and you will begin to have a good time. Plan for your future, as your financial conditions are good. Those feeling unwell will find improvements in health. You will keep your family members happy. Pray to ‘Behram Yazad’.

Lucky Dates: 2, 3, 4, 5.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમે જેટલો ખર્ચ કરશો તેટલું મેળવી લેશો. શુક્રની કૃપાથી તમને અપોઝિટ સેકસ તરફથી સાથ સહકાર મળી જશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને મનની વાત કહેવાથી ગેરસમજ દૂર થશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 3, 7, 9 છે.

Venus rules you till 17th October, equalling your earnings to your expenditures. People of the opposite gender will support you. By speaking your heart out to your loved one, you will avoid misunderstandings. Pray to ‘Behram Yazad’.

Lucky Dates: 2, 3, 7, 9.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા પાંચ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોન્ફિડન્સ પાવર ઓછો થઈ જશે. 6ઠ્ઠી પછી શુક્રની દિનદશા તમારા અટકેલા કામો ફરી ચાલુ કરાવી આપશે. આ અઠવાડિયામાં તબિયત ખરાબ હોય તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. ખાસ વ્યક્તિને મનની વાત કહેતા નહીં. આજથી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના ભણજો.

શુકનવંતી તા. 2, 4, 6, 7 છે.

Rahu rules your first five days this week. Work on building your confidence. With Venus ruling you after 6th, your incomplete tasks can be restarted. Consult a doctor if you’re unwell. Starting from today, pray ‘Maha Bakhtar Nyaish’ and pray to ‘Behram Yazad’.

Lucky Dates: 2, 4, 6, 7.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે તમારા સીધા કામ પૂરા નહીં કરી શકો. મોઢા સુધી આવેલું કામ અટકી જશે. નાણાકીય બાબતમાં પરેશાની આવશે સાથે મુસીબતો પણ આવશે. મિત્રો તમારાથી દૂર થઈ જશે. કોઈપર વિશ્ર્વાસ કરતા નહીં. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 2, 3,5, 8 છે.

Rahu rules you till 6th October. You will have to put in extra effort to complete your tasks. There might be financial crises and friends will distance themselves from you. Do not trust anybody blindly. Continue praying ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 2, 3, 5, 8.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તબિયતમાં સુધારો જણાશે. રોજબરોજના કામથી આનંદીત રહેશો. ધન સાથે માન-ઈજજત પણ મેળવશો. સગા-સંબંધીઓને મદદ કરી શકશો. ધર્મના કામો કરી શકશો. નાની મુસાફરી કરી ફેમિલીને ખુશ રાખી શકશો. ગુરૂની કૃપાથી ઈનવિઝિબલ હેલ્પ મળી જશે. ‘સરોશ યશ્ત’ ભણવાથી ફાયદામાં રહેશો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Jupiter rules you till 24th September. Your health will improve.  You will feel accomplished in fulfilling your routine tasks. You will earn wealth and respect by helping relatives. You will indulge in religious work and will take your family members for a trip. With the grace of Jupiter, you will receive help from unknown quarters. Praying ‘Srosh Yasht’ will benefit you.

Lucky Dates: 3, 4, 5, 8.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારી જવાબદારી પૂરી કરી શકશો. ઘરવાળા માન આપશે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. નવાકામ કરી શકશો. ગુરૂની કૃપાથી મનગમતા કામ મળી રહેશે. ચાલુ કામમાં સાથે કામ કરનારનો સાથ સહકાર મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Jupiter will help you fulfil all your responsibilities. Your family members will respect you, while differences between spouses will lessen. You will be able new ventures of preference. Your colleagues will be supportive. Pray ‘Srosh Yasht’ daily.

Lucky Dates: 2, 3, 6, 7.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા સ્વભાવમાં ચેન્જિીસ આવી જશે. કામ પૂરા નહીં થવાથી જીદ્દી બની જશો. જેટલું કામ કરશો તેનું વળતર ઓછું મળશે. કોઈના પ્રેમમાં હો તો તેને મળવાનું ઓછું કરી નાખજો. શનિને કારણે ખર્ચનું પ્રમાણ વધી જવાથી હેરાન થશો. શનિનું નિવારણ કરવા માગતા હો તો રોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Saturn rules you till 26th September causing mood swings. Your incompetency will make you more stubborn. You will have to work harder to get the desired results. You will be troubled by expenses. Pray ‘Moti Haptan Yasht’ to shelter yourself from Saturn.

Lucky Dates: 3, 4, 5, 8.

.

Leave a Reply

*