હસો મારી સાથે

ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને 15 દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે..

પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી..

ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે.. તમારી લાગણી અને માંગણી બરોબર છે.. તમારી 15 દિવસની રજાઓ મંજૂર કરવામાં આવે છે..

પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ કોને સોંપવામાં આવે તેની વ્યવસ્થા કરીને જશો..આજસુધી.. બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી..

Leave a Reply

*