ગુજરાત રાજ્ય દાહોદની બે પારસી યુવતીઓએ મેડલ પ્રાપ્ત કર્યા

દાહોદ, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત રાજ્યની 38મી ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં દાહોદની બે યુવતીઓએ રાજ્યકક્ષાએ ઉમદા પરફોર્મન્સ કરીને દાહોદનું નામ રાજ્યમાં રોશન કર્યુ છે. ગાંધીનગરની ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 228 શુટરોએ ભાગ લીધો હતો. જે પૈકી દાહોદની 17 વર્ષીય ઝોયશા હાફિઝ કોન્ટ્રાકટરે સિંગલ ટ્રેપમાં ઈન્ડિવિઝયુઅલ સ્પર્ધક તરીકે ગોલ્ડ મેડલ અને ટીમ પાર્ટીસિપેશનમાં ડબલ ટ્રેપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તો 13 વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાકટરે ઈન્ડિવિઝયુઅલ સ્પર્ધક તરીકે સિંગલ ટ્રેપમાં સિલ્વર મેડલ અને ટીમ પાર્ટીસિપેશનમાં ડબલ ટ્રેપમાં બોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે યશાયા કોન્ટ્રાકટરે પ્રથમ જ વખત રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. બન્ને બહેનો સાવલી તાલુકા રાયફલ શૂટિંગ એસો.ના સભ્યપદ ધરાવે છે. અને ત્યાં જ કોચ પાસે તાલીમ પામેલ આ બહેનો પૈકી ઝોયશા કોન્ટ્રાકટરે અગાઉની 36મી ચેમ્પિયનશીનમાં પણ જુનિયર શૂટર કેટેગરીમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવેલ હતો. તો યશાયાએ રાજયકક્ષાની સ્પર્ધામાં પ્રથમ જ વખત ભાગ લઈને બે મેડલ મેળવતા દાહોદમાં ગોરવની લાગણી પ્રવર્તી રહી છે.

Leave a Reply

*