1લી ફેબ્રુઆરી, 2021ની પૂર્વસંધ્યાએ કિવીલેન્ડમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયમાં ખૂબ ઉત્તેજના હતી, કેમ કે તેઓએ પાકુરંગા (ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ)માં7-ડાઉલીંગ પ્લેસ પર ફરાઉદ શાહલોરી દર-બે-મેહર ખાતે નવા વરસ (2021)ના ખુશાલીના જશનની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ યઝદ કરકરીયા અને એરવદ બેહઝાદ કરકરીયા દ્વારા કરવામા આવી હતી ત્યારબાદ ચાસ્નીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લગભગ 45 આનંદિત જરથોસ્ટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, બધા જ શુભ પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમો આવી રીતે ઉજવવામાં આવે છે. બીનાયફર પોરસ ઈરાની દ્વારા નવા સમુદાયના સભ્યોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે, જે નિ:સ્વાર્થ રીતે તમામ સમુદાયના કાર્યક્રમોનું આયોજન કરવામાં આગેવાની લે છે જે જરથોસ્તીઓ એનઝેડમાં સ્થાયી થયા છે.
બીનાયફર ઈરાની લખે છે, એક સમુદાય કે જે પ્રાર્થના કરે છે અને ખાઈને સાથે રહે છે! આપરે ન્યુઝીલેન્ડર- જરથોસ્તીઓ બધા ખાતા-પીતા અને મઝા-મસ્તી-કરતા લોકો, હલી-મલી ને રહીયેચ! અહુરા મઝદાને પ્રાર્થના કરીયે છીએ અને આશીર્વાદની ચાસ્ની વહેંચીએ છીએ, સાથે સ્વાદિષ્ટ ભોજન પણ ખાઈએ છીએ. ઓકલેન્ડમાં આપણા કિવિ-ઝોરાસ્ટ્રિયન સમુદાયના યુવાનો ખુશાલી, મેહેરીયાન જશનમાં આપરી દાદગાહ (ફરાઉદ શાહલોરી દર-બે-મેહર) પર, પારસીરંગા ખાતે, – અરે, મારો મતલબ પાકુરંગા ખાતે મોટી સંખ્યામાં ભેગા થાય છે તે જોવાનું હંમેશાં હૃદયસ્પર્શી દૃશ્ય છે.
વર્ષના અંતમાં પણ મનોરંજક એકસમસ પાર્ટી સાથે ખાસ ઉત્સવની તૈયારી જોવા મળી, જ્યાં આપણા ગતિશીલ એનઝેડ-આધારિત બાવીઓ – બીનાયફર ઇરાની, મહાફ્રીન વરિયાવા અને ફર્ઝિન દાદાભોઇ – એક સ્પ્રિંગ-સમર જશનનું આયોજન કર્યું હતું જેમાં જશનની પવિત્ર ક્રિયા છ મોબેદો એરવદ – જમશીદ તાતા, ફ્રેડી દસ્તુર, નવઝાદ છોર, ફર્ઝન રાવ, ઝરીબ કરકરીયા અને બેહઝાદ કરકરીયા કરી હતી 2020ને સલામત બનાવવા માટે. તે ખરેખર કિવિ-ઝોરાસ્ટ્રિય ક્રિસમસ પાર્ટી સાથે કિવિલેન્ડમાં આનંદની મોસમ હતી! બાળકોને વ્યસ્ત રાખવા માટે આઈસ્ક્રીમ લાકડીઓથી ક્રિસ્મસ ટ્રી બનાવવા જેવા ક્રાફ્રટ પ્રોજેકટસનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી 80થી વધુ પુખ્ત વયના જરથોસ્તી લોકોને નૃત્ય જેવા વધુ મુક્ત અને મનોરંજક કાર્યકમ માટે સમય મળી શકે! ચિકન ચારકોલ બિરયાની અને સ્વાદિષ્ટ કુલફી સાથેના પ્રારંભિક તમામ 120 ઉપસ્થિત લોકો દ્વારા સંપૂર્ણ આનંદ માણવામા આવ્યો હતો. શ્રીમતી સાન્તાક્લોઝ હતી જેણે બાળકો અને સિનિયરોને ભેટો આપી અને બદલામાં ઘણી બધી કીસીસ પ્રાપ્ત કરી!
આ કાર્યક્રમને પ્રાયોજીત કરવા માટે મઝદા બિલ્ડર્સ લિમિટેડના પોરસ ઈરાનીને તેમ જ બીનાયફર ઈરાનીને એનઝેડના ઝોરાસ્ટ્રિયન સમુદાયને જીવંત રાખવા અને મનોરંજક પ્રસંગો સાથે રોકિંગ માટે સતત સહયોગ આપવા બદલ ખાસ આભાર માન્યો હતો.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024