Your Moonsign Janam Rashi This Week –
27 May – 02 June 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મનને શાંતિ આપે તેવા ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળી જશે. ચંદ્રની કૃપાથી મનમાં જે પણ ડાઉટ હશે તેનું નિવારણ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 30, 31, 01 છે.

The Moon’s calming influence provides you with opportunities for short travels. You will be able to do away with any mental doubts that you have been dealing with. There will be gradual progress in your financial matters. You will be able to start new ventures. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 27, 30, 31, 01


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી જૂન સુધી સુર્યની દિનદશા ચાલશે. તમારી સાથે કામ કરનાર તમને હૈરાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. બીજાઓ ખોટા કામ કરશે અને ભોગવવું તમને પડશે. તમારા મિત્રો પણ તમારાથી દૂર થતા જશે. તબિયતની ખાસ સંભાળ લેજો. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

The Sun’s rule till 4th June will have you facing a lot of harassment from your colleagues at the workplace. You could have to pay for the faults of others. Friends will seem to abandon you. Take special care of your health. You could suffer from headaches. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 30, 2


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની ભરપુર કૃપા તમારા પર રહેશે. રીસાયેલી વ્યક્તિને મનાવી પટાવી લેવામાં જરા પણ વાર નહીં લગાડતા. લેતી દેતીના કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ખર્ચ કરવા છતાં ધનની કમી શુક્ર નહીં આવવા દે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 27, 29, 1, 2 છે.

Till June 16th, you will be the recipient of Venus’ generous graces. You are advised to try and win over those who are upset with you, as soon as possible. You will gain from financial transactions. There will be no monetary shortfalls. Despite your expenses, Venus will ensure there is no financial shortage. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 29, 1, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. ઘરમાં પણ તમારી મનગમતી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. તમને નાના ધનલાભ મળતા રહેશે. નાની મુસાફરીના ચાન્સ મળશે.ઘરમાં મિત્રો તથા સગાસંબંધીઓની અવર જવર વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 30, 31, 2 છે.

Venus’ ongoing rule will have you increase your inclinations towards fun and entertainment. You will be able to make purchases for the home. You will continue to make small profits. You could get opportunities for short travels. Friends and relatives will frequent your house. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 30, 31, 2


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા તમારા નાના કામો પણ પુરા થવા નહીં દે. ઘરવાળા, પ્રેમી કે પ્રેમીકાને કોઈપણ પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. ઉતરતી રાહુની દિનદશા તમને ખોટા ખર્ચના ખાડામાં ઉતારી દેશે. બને તો કોઈ પાસે ઉધાર પૈસા લેવાની ભુલ કરતા નહીં. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 2 છે.

Rahu’s rule till 4th June makes it impossible for you to complete even your small tasks. You are advised against making any promises to your family members or your sweetheart. The descending rule of Rahu could prove heavy on your financially. Do not make the mistake of taking loans from anyone. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 2


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની જાળમાં ફસાઈ ગયેલા હોવાથી પમી જુલાઈ સુધી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકશે. ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમારા વાંક ગુના વગર તમે મેન્ટલી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 2 છે.

Under Rahu’s influence, till 5th July, your health could come into question. Even your small oversights could land you in big trouble. Couples could squabble over petty matters. You will feel mentally upset despite not being at fault. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 2


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. નાના મોટા ધર્મના કામો કરવાથી આનંદમાં આવી જશો. મુશ્કેલીભર્યા કામો સમય પર પુરા કરી શકશો. દરેક બાબતમાં ઘરવાળાનો સાથ સહકાર મળતો રહેશે. તમારા જીવન સાથી તમને સારી રીતે સાથ આપશે. ચાલુ કામમાં જશ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Jupiter’s rule till 23rd June will have you feeling much joy and happiness by doing work related to religion and charity. You will be able to complete even challenging tasks on time. Your family members will be supportive of you in all matters. Your life partner will be especially supportive. Your ongoing endeavours will bring you much fame. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 2


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામની સાથે ધર્મનું કામ કરવામાં સફળ થશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી આવશે. મનગમતી વ્યક્તિ મળવાથી મનનો આનંદ વધી જશે. નવા કામ કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ પણ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 1 છે.

Jupiter’s rule till 23rd July will enable you to do religious works alongside your other duties. You will find a way to rise out of financial difficulties. Meeting with a favourite person will being you much happiness. You will be able to execute new projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 1


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમને ફાલતુ વિચારો ખુબ આવશે. શનિ તમને નેગેટીવ બનાવી દેશે. રોજ બરોજના કામો સમય પર પુરા નહીં કરી શકો. પૈસાને બચાવવામાં સફળ નહીં થાવ. તમે જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા નહીં મળે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Saturn’s ongoing rule will flood your mind with unnecessary thoughts. Saturn could fill you with negativity. You will not be able to complete your daily chores on time. Saving money will not be possible. None of your plans will be successful. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 31, 1, 2


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તે બુધ્ધિ વાપરીને કરશો. થોડી કરકસર કરીને ધન બચાવી શકશો. મુશ્કેલીભર્યા કામને સહેલાઈથી કરી શકશો. કામકાજ માટે ભાગદોડ કરવામાં કોઈ કસર નહીં મૂકો. સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 31 છે.

The start of Mercury’s rule will ensure that you do all your work with intelligence. With a little effort you will be able to save money. You will be able to complete even difficult tasks with ease. You will leave no stone unturned in terms of effort for your work. You will receive good news. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 20, 22, 25, 26


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામમાં પ્રમોશન સાથે આવક વધારી શકશો. બુધ તમારા મનની નેક મુરાદ પુરી કરશે. બુધ્ધિ વાપરી દુશ્મનને પોતાના બનાવી લેશો. મનગમતી વ્યક્તિની મદદ લેવાથી તમને ફાયદો થશે. ચાલુ કામમાં વધુ ધ્યાન આપશો તો ફાયદામાં રહેશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 30, 1, 2 છે.

Mercury’s rule till 20th July predicts a promotion as well as a raise in your income. Mercury will bring your sincere wishes to fruition. You will be able to win over your enemies with your intelligence. The help from your favourite person will prove beneficial to you. Focusing on your ongoing work will ensure profits. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 30, 1, 2


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. તમે જલદીથી ઈરીટેડ થઈ જશો. નાની બાબતમાં ગુસ્સો વધારે આવશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. અંગત વ્યક્તિ તમારી સાથે સંબંધો ઓછા કરી નાખશે. કામકાજમાં મુસીબતમાં આવી જશો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Mars’ rule till 23rd June will make you easily irritable. Petty matters will invoke great anger in you. You are advised to ride/drive your vehicles with great caution. Someone close to you will try to pull away from you. You could get into a fix at work. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 31

Leave a Reply

*